
Gujarat Assembly Election 2022 : જાણો રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકનું રાજકીય સમીકરણ
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે અને 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન યોજાશે. આવા સમયે આજે આપણે રાજકોટ પૂર્વ વિધાનસભાની સીટ માટે અત્યાર સુધી બે વાર ચૂંટણી યોજાઇ છે. 2008માં કરવામાં આવેલા સિમાંકન બાદ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એક-એક વાર ચૂંટણી જીતી ચૂક્યા છે.

2017માં ભાજપની થઇ હતી જીત
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અરવિંદ રૈયાણીએ INCના મિતુલ દોંગાને 22,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતા બાકીના દસ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 2017 પહેલા આ સીટ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી. કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા ઈન્દ્રનીલ રાજગુરુએ ભાજપના ઉમેદવાર ચીમનભાઈ શુક્લાને હરાવ્યા હતા.

રાજગુરુને કોંગ્રેસે આપી ટિકિટ
2022ની ચૂંટણી માટે ભાજપે આ સીટ પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો છે. તેમના સ્થાને પાર્ટીએ ઉદય કાનગડને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે અહીંથી પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુને ઉમેદવાર બનાવ્યા છે. ઈન્દ્રનીલ રાજગુરુ આ વર્ષે એપ્રીલમાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, માત્ર છ મહિનામાં, રાજગુરુ ગુજરાતની ચૂંટણી પહેલા જ ઘરવાપસી કરી છે. તેને ભાજપ માટે એક સારો વિકલ્પ ગણાવ્યો હતો. રાહુલ ભુવા આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં છે. આ બેઠક પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

2017માં રાજકોટ જિલ્લામાં ભાજપે છ બેઠકો જીતી હતી
રાજકોટ પૂર્વ વિધાનસભા મતવિસ્તાર એ રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. 2017માં ભાજપે જિલ્લાની આઠમાંથી છ બેઠકો જીતી હતી. આવા સમયે, કોંગ્રેસ બે બેઠકો જીતવામાં સફળ રહી હતી.