હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી અને ઘર્ષણ થતા તણાવભર્યો માહોલ સર્જાયો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે હોલિકા દહનની વિધિ ચાલી રહી હતી અને ત્યાંથી પસાર થતા અન્ય જૂથને સાઈડમાં ખસવા માટે કહેવામાં આવ્યું હતું.

રસ્તો આપવા બાબતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જોકે સ્થાનિક લોકોએ સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેતલ પટેલે જણાવ્યું હતું કે આ ઘર્ષણના મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ યુવકોની અટકાયત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે ભગવતીપરા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.
હાલમાં આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
