For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર્દીઓના ખિસ્સા પર વધશે ભાર, બાયો મેડિકલ વેસ્ટ પર લાગશે GST

ખાનગી હોસ્પિટલમાં દર્દીનું મેડિકલ બિલ ટૂંક સમયમાં વધવા જઈ રહ્યું છે, GST કાઉન્સિલે આ હોસ્પિટલોમાંથી બાયો-મેડિકલ વેસ્ટ એકત્ર કરવાની સેવા પર 12 ટકા GST વસૂલવાનો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ખાનગી હોસ્પિટલમાં દર્દીનું મેડિકલ બિલ ટૂંક સમયમાં વધવા જઈ રહ્યું છે, GST કાઉન્સિલે આ હોસ્પિટલોમાંથી બાયો-મેડિકલ વેસ્ટ એકત્ર કરવાની સેવા પર 12 ટકા GST વસૂલવાનો નિર્ણય લીધો છે. આ ટેક્સનો બોજ હોસ્પિટલો દ્વારા દર્દીઓ પર નાખવામાં આવશે.

પોતાની છેલ્લી બેઠકમાં GST કાઉન્સિલે આ સેવાને આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. તેના બદલે કાઉન્સિલે બાયો-મેડિકલ વેસ્ટ (BMW) એકત્ર કરતી અને નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર તેનો નિકાલ કરતી સુવિધાઓ પર 12 ટકા GSTનો પ્રસ્તાવ મૂક્યો હતો.

CBMWTFના 200 ઓપરેટર્સમાંથી 25 ગુજરાતમાં છે

CBMWTFના 200 ઓપરેટર્સમાંથી 25 ગુજરાતમાં છે

દેશમાં કોમન બાયો-મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ (CBMWTF) ના લગભગ 200 ઓપરેટર્સ છે, જેમાં 25 ગુજરાતમાં છે.

રાજકોટમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતા આ ઓપરેટરોના સંગઠને ગયા અઠવાડિયે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને રજૂઆત કરીહતી અને તેમને આગામી પાંચ વર્ષ સુધી આ મુક્તિ ચાલુ રાખવા વિનંતી કરી હતી.

અત્યાર સુધી કરમુક્ત હતી આ સેવા

અત્યાર સુધી કરમુક્ત હતી આ સેવા

બાયો-મેડિકલ વેસ્ટ જોખમી છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર તેનો નિકાલ કરવો જોઈએ.

CBMWTFઆરોગ્યસંભાળ સંસ્થાઓને આ કચરાના સંગ્રહ અને નિકાલની સેવા પૂરી પાડે છે અને આ સેવાને અત્યાર સુધી કરમાંથી મુક્તિ આપવામાંઆવી હતી.

GST કાઉન્સિલે હવે આ મુક્તિ પાછી ખેંચી લીધી

GST કાઉન્સિલે હવે આ મુક્તિ પાછી ખેંચી લીધી

જોકે, GST કાઉન્સિલે હવે આ મુક્તિ પાછી ખેંચી લીધી છે અને આ સેવા પર 12 ટકા ટેક્સ વસૂલવાની દરખાસ્ત કરી છે.

તેનો અર્થ એ છેકે, CBMWTF ઓપરેટર્સ - નોટિફિકેશન આવ્યા બાદ - તેઓ હોસ્પિટલોને જે ઇનવોઇસ ઇશ્યૂ કરે છે, તેમાં 12 ટકા GSTનો સમાવેશકરશે.

CBMWTF એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ વિનોદ કાછડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી, અમે હોસ્પિટલો પાસેથીવધારાની રકમ વસૂલ્યા વિના સૌથી વધુ સંક્રમક કોવિડ કચરાનો નિકાલ કરીએ છીએ. અમારી મોટાભાગની ફેસિલિટીનું ટર્નઓવર રૂપિયા 3કરોડથી ઓછું છે અને GSTનું અલ્પ યોગદાન હશે.

વિનોદ કાછડિયાએ જણાવ્યું હતું કે, ફેસિલિટી પર્યાવરણના સંરક્ષણ માટે કાર્ય કરે છે, જે તેઓ જટિલ અને આવશ્યક આરોગ્યસંભાળ ક્ષેત્રનેસેવા આપે છે. તેથી જ આ સેવાને GST નેટમાંથી મુક્તિ આપવી જોઈએ. ગુજરાતમાં 25 ફેસિલિટી દરરોજ 35 થી 40 ટન મેડિકલ વેસ્ટનોનિકાલ કરે છે.

રાજકોટ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પ્રફુલ કામાણીએ જણાવ્યું હતું કે, ટેક્સનો બોજ આખરે દર્દીના બિલ પર પ્રતિબિંબિત

થશે. કોર્પોરેટ હોસ્પિટલો પહેલેથી જ દર્દીઓ પાસેથી મેડિકલ રેકોર્ડ રૂમનો ચાર્જ લઈ રહી છે. હવે GST લાદવામાં આવ્યા બાદ, આહોસ્પિટલો બાયો-મેડિકલ વેસ્ટ કલેક્શન સર્વિસ પર GST ઘટક એકત્રિત કરવા માટે દર્દીના બિલમાં કોલમનો ઉમેરો કરશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સેન્ટ્રલ વર્કિંગ કમિટીના સભ્ય ડૉ. હિરેન કોઠારીએ જણાવ્યું હતું કે, અમે આ અંગે સરકારને કોઈ રજૂઆતકરી નથી. ટેક્સનો બોજ હોસ્પિટલો દ્વારા દર્દીઓ પર નાખવામાં આવશે.

English summary
Increased burden on patients' pockets, GST on bio-medical waste
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X