For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કાળમાં ટીફિન વિતરણ શરૂ કરશે ઇસ્કોન મંદિર રાજકોટ

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા કોરોનાના દર્દીઓ અને હોમ ક્વોરેન્ટાઇન પરિવારો માટે વિના મુલ્યે પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સાત્વિક ફૂડ પાર્સલ (ટિફિન વિતરણ) ફ્રી હોમ ડિલિવરી સાથે કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા કોરોનાના દર્દીઓ અને હોમ ક્વોરેન્ટાઇન પરિવારો માટે વિના મુલ્યે પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સાત્વિક ફૂડ પાર્સલ (ટિફિન વિતરણ) ફ્રી હોમ ડિલિવરી સાથે કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરના આ મુશ્કેલીના સમયમાં ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા કોવિડ 19 દર્દીઓ અને ક્વોરેન્ટાઇન પરિવારોને મફત ભોજન ટિફિન (ફૂડ પેકેટ) વિતરણ (ફ્રી હોમ ડિલિવરી) કરવામાં આવશે.

ઇસ્કોન મંદિર રાજકોટ

આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિરે રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે, કોરોના મહામારીના કેસમાં ફરીથી વધારો થવા લાગ્યો છે અને હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ કે જેઓ એકલા રહેતા હોય અથવા એવા પરિવારો જેમાં સંપૂર્ણ પરિવાર સંક્રમિત હોય એવા લોકો માટે ભોજન મળવું અથવા બનાવવું એ મોટી સમસ્યા છે. એવા દર્દીઓ અને પરિવારજનોને ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા બપોરના ભોજનનું ટિફિન વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ ભોજનની ફ્રી હોમ ડિલિવરી પણ કરવામાં આવશે.

ઇસ્કોન મંદિર રાજકોટ

ઉલ્લેખનીય છે કે, આ ભોજન કોઈ સામાન્ય ભોજન નહીં, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવેલો પ્રસાદ છે. જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે જ પરંતુ ભગવાનને ભોગ ધરાવેલો હોવાથી સાત્વિક પણ છે. આ ભોજન પૌષ્ટિક હોવાથી દર્દીઓને શારીરિક અને માનસિક પોષણ તો આપશે જ પરંતુ ભગવાનને ભોગ ધરાવેલો અને સાત્વિક હોવાથી ભાવનાત્મક અને આધ્યાત્મિક પોષણ પણ આપશે.

ઇસ્કોન મંદિર રાજકોટ

જે કોરોનાના દર્દીઓ અથવા ક્વોરેન્ટાઇન પરિવારજનો આ વિનામૂલ્યે ભોજન ટીફિનનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓ એ આગલા દિવસે બપોરે 3 થી સાંજે 9 સુધી ભક્ત પાર્થને 8401787858 પર નામ અને સરનામું નોંધાવી શકે છે. જેની ફ્રી હોમ ડિલિવરી મંદિરના ભક્તો અને સ્વયંસેવકો દ્વારા પછીના દિવસે સવારે 11 થી બપોરે 2 સુધી આપવામાં આવશે.

પ્રભુજી જણાવે છે કે, કૃપા કરીને આ પોસ્ટ તમારા પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો જેથી કરીને કોરોના મહામારીના સંકટના સમયમાં જરૂરિયાતમંદ લોકો તેનો લાભ મેળવી શકે.

English summary
ISKCON Temple Rajkot will start distributing tiffins during corona period.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X