જાણો રાજકોટ, રાજ્ય અને દેશમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ જિલ્લામાં ગુરુવારના રોજ 1,521 કોવિડ 19 કેસ નોંધાયા હતા. જેમાંથી 1,333 રાજકોટ શહેરમાં સંક્રમિત જોવા મળ્યા હતા. હવે રાજકોટ શહેરમાં 5,625 અને ગ્રામ્ય વિસ્તારોમાં 806 સક્રિય કેસ છે.
રાજકોટ જિલ્લામાં ગુરુવારના રોજ 1,521 કોવિડ 19 કેસ નોંધાયા હતા. જેમાંથી 1,333 રાજકોટ શહેરમાં સંક્રમિત જોવા મળ્યા હતા. હવે રાજકોટ શહેરમાં 5,625 અને ગ્રામ્ય વિસ્તારોમાં 806 સક્રિય કેસ છે. જામનગર જિલ્લામાં જામનગરમાં 599 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે શહેરમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ભાવનગર જિલ્લામાં કુલ 587 અને કચ્છમાં 346 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

દેશમાં કોરોનાની પરિસ્થિતિ
ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. 21 જાન્યુઆરીના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,47,254 નવા કેસ નોંધાયા છે.
]આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને કારણે 705 લોકોના મોત થયા છે. જો કે, દેશમાં રિકવરી રેટ પણ વધ્યો છે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,51,777 લોકો સ્વસ્થ થયા છે.
ગુરૂવાર કરતા આજે દેશમાં 29,722 વધુ કેસ નોંધાયા છે. 20 જાન્યુઆરીએ કોરોના વાયરસના 3,17,532 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં ડેઇલી પોઝિટિવ રેટ વધીને 17.94 થઈ ગયો છે.
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ વધીને 9,692 થઈ ગયા છે. ગુરૂવારથી ઓમિક્રોનના કુલ કેસોમાં 4.36 ટકાનો વધારો થયો છે.
દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 20 લાખ 18 હજાર 825 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 94 હજાર 774નો વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં પણ ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના આંકડા જે સ્પીડે વધી રહ્યા છે તે સંકેતો હવે બહુ સારા નથી.
જો આમ જ આ આંકડા આગળ વધતા રહ્યા તો આવનારા સમયમાં હોસ્પિટલોમાં બેડ ખુટી પડે તો નવાઈ નહીં. જો કે હાલમાં જે રીતે આંકડા આવી રહ્યા છે તેના પ્રમાણમાં સિરિયસ દર્દીઓની સંખ્યા મર્યાદીત છે.

24 કલાકમાં 24 હજારથી વધુ કેસ નોંધાયા
ગુજરાતના છેલ્લા 24 કલાકના આંકડા પર વિગતે વાત કરીએ તો, રાજ્યમાં પહેલી વખત અધધ 24,485 નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓએ કોરોનાને કારણે દમ તોડ્યો છે.
રાજ્યમાં સતત રોજના આંકડા વધી રહ્યા છે ત્યારે હવે એક્ટિવ કસનો આંકડો પણ એક લાખને પાર થયો છે.

એક્ટિવ કેસ 1 લાખને પાર
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં આ આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે.
હાલ રાજ્યમાં 104888 એક્ટિવ કેસ છે, તેમાના 156 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કેસ વધતા હવે એક્ટિવ કેસનો આંકડો પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે.












Click it and Unblock the Notifications
