For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 દિવસ વહેલું શરૂ થશે ચોમાસુ, આ જિલ્લામાં થશે વરસાદ, અત્યાર સુધીમાં 7 મોત

હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાના સમયપત્રકના બે દિવસ પહેલા આગમનની જાહેરાત કરી હતી. સોમવારના રોજ રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાના સમયપત્રકના બે દિવસ પહેલા આગમનની જાહેરાત કરી હતી. સોમવારના રોજ રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. ચાર લોકો વીજળી પડતાં મોતને ભેટ્યા હતા, જ્યારે મોરબી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં એક પરિવારના ત્રણના મોત થયા હતા.

ભારતના હવામાન વિભાગ (IMD) કેન્દ્ર ના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોમવારના રોજ ગુજરાતમાં પ્રવેશ્યું હતું. સામાન્ય રીતે, રાજ્યમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ 15 જૂન છે. રાજ્યના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું દક્ષિણ પશ્ચિમ ચોમાસુ

ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું દક્ષિણ પશ્ચિમ ચોમાસુ

15 જૂનની પરંપરાગત શરૂઆતની તારીખના બે દિવસ પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાંઆગળ વધ્યું હતું. રવિવારની રાત્રે અને સોમવારની વહેલી સવારે થયેલા વરસાદે રાજકોટ શહેરમાં દાયકાનો સૌથી વધુ ગરમ ઉનાળોઅનુભવ્યો હોય તેવા શહેરને ખૂબ જ જરૂરી રાહત આપી હતી.

રાજકોટ શહેરના કેટલાક ભાગોમાં સોમવારે વહેલી સવારે ઝરમરથી હળવો વરસાદ નોંધાયો હતો. આંબેડકર બ્રિજ પર, ઘણા મુસાફરો ઓઇલસ્લીક પર લપસી ગયા હતા, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.

20 એપ્રીલ બાદ 40 ડિગ્રીથી નીચેના તાપમાનનો પ્રથમ દિવસ

20 એપ્રીલ બાદ 40 ડિગ્રીથી નીચેના તાપમાનનો પ્રથમ દિવસ

રાજકોટ શહેરમાં સોમવારના રોજ લગભગ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસનોંધાયું હતું, જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચું તાપમાન હતું. તે 20 એપ્રીલ બાદ 40 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાનનો પ્રથમ દિવસપણ હતો. આ સાથે 40 ડિગ્રી સેલ્સિયસ પર, કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર હતું.

ભારતના હવામાન વિભાગ (IMD) બુલેટિનમાં ઉલ્લેખ કર્યો છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાતનાકેટલાક ભાગો, સમગ્ર કોંકણ, મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, મરાઠવાડા અને કર્ણાટકના મોટાભાગના ભાગો, તેલંગાણા અને રાયલસીમાનાકેટલાક ભાગો, તમિલનાડુના કેટલાક વધુ ભાગો, મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું છે. આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારનાકેટલાક ભાગોમાં પ્રવેશ કરી રહ્યું છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ભારતના હવામાન વિભાગ (IMD) બુલેટિનમાં જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અનેગુજરાત રાજ્ય સહિત દેશના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

IMDની આગાહી મુજબ મંગળવારના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.

English summary
Monsoon in Gujarat will start 2 days early, 7 deaths.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X