For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે 11 ગામોમાં આઉટડોર જીમ સ્થપાયા

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવ ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનો સાર્વજનિક ઉદ્યાનોમાં ફિટનેસ સાધનો સ્થાપિત કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લગભગ રૂપિયા 22 લાખના સંચિત ખર્ચે રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાંના દરેક સૌથી મોટા ગામમાં મુખ્યત્વે આઉટડોર વ્યાયામશાળાઓ સ્થાપ્યા છે. (ફોટો પ્રતિકાત્મક છે)

Outdoor gyms

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવ ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનો સાર્વજનિક ઉદ્યાનોમાં ફિટનેસ સાધનો સ્થાપિત કરી રહી છે અને ઓપન જીમ સ્થાપી રહી છે. તેથી, અમે વિચાર્યું કે, આઉટડોર જીમ ગામડાઓમાં પણ કેમ ન હોવા જોઈએ. તેથી, આ વર્ષે જાન્યુઆરીમાં, અમે ગામડાઓમાં શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે Fit Rajkot પહેલ શરૂ કરી છે.

આ સાથે દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પહેલ હેઠળ, અમે જિલ્લા પંચાયતના સ્થાનિક ભંડોળનો ઉપયોગ કરીને GeM (સરકારી ઈ માર્કેટપ્લેસ) પ્લેટફોર્મ દ્વારા જીમના સાધનો મેળવ્યા અને દરેક તાલુકાના સૌથી મોટા ગામમાં સ્થાપિત કર્યા છે.

DDOએ જણાવ્યું હતું કે, દરેક જીમમાં સરેરાશ રૂપિયા 2 લાખનો ખર્ચ થાય છે અને તેમાં કમર ટ્વિસ્ટર, રોવર, સ્કાય-વોકર, પેક ડેક, શોલ્ડર પ્રેસ, ડબલ મિની સ્કી વગેરે જેવા સાધનોનો સમાવેશ થાય છે.

ધોરાજી તાલુકાના જમનાવડ ગામે, ગોડલના ભુણાવા, જામકંડોરણાના રાયડી, જસદણના ભાડલા, જેતપુરના થોરાળા, કોટડા સાંગાણીના પડવાળા, લોધિકાના પાંભર ઇટાળા, પડધરીના પડધરીના પંભર ઇટાળા, રાજકોટના કસ્તુરબાધામ, ખાખીજાળીયા, વિંછીયાના ઉપલેટા અને અમરાપુરમાં આઉટડોર જીમ શરૂ કરવામાં આવ્યા છે.

દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ગામમાં ખુલ્લા પ્લોટમાં અથવા સરકારી શાળાઓના કમ્પાઉન્ડમાં જીમ સ્થાપ્યા છે અને ત્યારથી તેમની જાળવણી અને કામગીરી સંબંધિત ગ્રામ પંચાયતોને સોંપી દીધી છે. આ જીમ બધા માટે ખુલ્લા રહેશે. જો ગામડાઓ માગ કરશે, તો જિલ્લા પંચાયત આવા વધુ જીમ સ્થાપશે. લોકોના પ્રતિભાવના આધારે, અમે વધુ ગામડાઓમાં આવા જીમ સ્થાપીશું. વાસ્તવમાં, અમને કેટલાક તાલુકાઓમાંથી ગામડાઓમાંથી ત્યાં પણ આવા જીમ સ્થાપવા વિનંતીઓ પણ મળી છે.

English summary
Outdoor gyms were set up in 11 villages to promote fitness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X