For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસે ડુપ્લીકેટ બોર્ડ એડમિટ કાર્ડ રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ

જૂનાગઢ પોલીસે શુક્રવારની રાત્રે હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાના ડુપ્લીકેટ એડમિટ કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : જૂનાગઢ પોલીસે શુક્રવારની રાત્રે હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાના ડુપ્લીકેટ એડમિટ કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ચોક્કસ માહિતીના આધારે જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં એક ઘરમાં રેડ કરી હતી અને 2022ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના ત્રણ ડુપ્લિકેટ એડમિટ કાર્ડ મળી આવ્યા હતા. આ એડમિટ કાર્ડનો ઉપયોગ ડમી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મોકલવા માટે થતો હતો.

gsheb

જૂનાગઢ એ ડિવિઝન પોલીસે રેડ દરમિયાન જૂનાગઢમાં રહેતા જીજ્ઞેશ પરમારની ધરપકડ કરી હતી. જે બાદમાં તેના નિવેદનના આધારે પોલીસે રાજુ વ્યાસની રાજકોટથી ધરપકડ કરી હતી. વ્યાસ રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલમાં નોકરી કરે છે.

પરમારે પોલીસને જણાવ્યું હતું કે, વ્યાસે તેને મૂળ એડમિટ કાર્ડ પરના ફોટા બદલીને ત્રણ વિદ્યાર્થીઓના ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવવાનું કામ આપ્યું હતું. પરમારે પોલીસને એમ પણ જણાવ્યું હતું કે, તે તાજેતરમાં ડુપ્લિકેટ એડમિટ કાર્ડનો ઉપયોગ કરીને એક વિદ્યાર્થી વતી બોર્ડની પરીક્ષામાં હાજર થયો હતો.

પરમાર પોતાના લેપટોપ પર આ ડુપ્લીકેટ એડમિટ કાર્ડ બનાવતો હતો અને વ્યાસ દ્વારા સોંપેલ ફોટા બદલતો હતો. વ્યાસ દરેક એડમિટ કાર્ડના કામ માટે 5,000 રૂપિયા ચૂકવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ જે વિદ્યાર્થીઓ માટે આ ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવવામાં આવ્યા છે તેમને બૂક કરાવશે. હાલ આગળની તપાસ ચાલી રહી હતી.

English summary
Police bust duplicate board admit card racket, arrest two.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X