For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષ સુધી એક જ રુમમાં બંધ રહ્યા 3 ભાઈ-બહેન, NGO પહોંચ્યા પછી જોયુ અજવાળુ

કલ્પના કરો કે કોઈ એક દશક સુધી એક રુમમાં રહીને જીવન પસાર કરે તો શું થાય? આવી જ એક ઘટના બની છે રાજકોટમાં.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ કોરોના મહામારીના કારણે દેશવાસીઓ માર્ચથી જૂન સુધી 70 દિવસીય લૉકડાઉનના કારણે ઘરમાં જ બંધ રહ્યા. 2 મહિના સુધી ચાર દિવાલમાં રહ્યા બાદ લોકોએ ખુદની મુક્તિનો અહેસાસ કર્યો. કલ્પના કરો કે કોઈ એક દશક સુધી એક રુમમાં રહીને જીવન પસાર કરે તો શું થશે? કેવી લાગશે, ત્યાં સુધી કે તડો જોવાની પણ અનુમતિ ના હોય. તમે કહેશો કે આ રીતે તો ન જીવી શકાય. ગુજરાતના રાજકોટમાં આવુ વાસ્તવમાં થયુ છે.

rajkot

રાજકોટના કિસાનપરા વિસ્તારમાં તો ત્રણ ભાઈ-બહેને(બે ભાઈ અને એક બહેન) 10 વર્ષ સુધી ખુદને સંપૂર્ણપણે સમાજથી અલગ રાખ્યા. તે એક જ રૂમમાં બંધ રહ્યા અને રવિવારના દિવસે ત્યારે બહાર આવ્યા જ્યારે સાથી સેવા નામની બિન સરકારી સંસ્થા(એનડીઓ)ના સભ્યોએ તેમની ખબર લીધી. સાથી સેવા સમૂહના સભ્યોએ તેમના રૂમનો દરવાજો તોડીને તેમને મુક્ત કરાવ્યા. એ ત્રણે ભાઈ-બહેનોને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. આ કેસમાં એ સામે આવ્યુ છે કે માનસિક નિશક્તતાના કારણે ત્રણેએ ખુદને આટલા વર્ષો સુધી સૌથી અલગ રાખ્યા. તેઓ રાજકોટના કિસાનપરા ચોકની શેરી નંબર 8માં રહેતા હતા.

એક અંગ્રેજી ન્યૂઝ પોર્ટલના જણાવ્યા મુજબ ત્રણે ભાઈ-બહેને પિતાના આગ્રહને પણ ઠુકરાવીને દરવાજો ખોલવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ સાથી સેવા એનજીઓએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. ત્યાં અંદરની સ્થિતિ જોઈને બધા ચોંકી ગયા. ત્રણેના વાળ-દાઢી સાધુ જેવી થઈ ચૂકી હતી. 10 વર્ષથી તેમણે ના તો સ્નાન કર્યુ હતુ અને ચોખ્ખા કપડા પહેર્યા હતા. એ રુમમાં તે ખાતાપિતા હતા. હવે તેમના પિતા પર એ ત્રણેને છૂપાવીને રાખવાનો આરોપ પણ લાગી રહ્યો છે. તેમને માતા નથી.

English summary
Rajkot: 3 siblings locked up in a room, see daylight after decade
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X