Rajkot Airport: રાજકોટ એરપોર્ટ બનાવવામાં જૂન સુધીમાં ખર્ચાયા અધધ 1240 કરોડ

Rajkot Airport: રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હવાઇમથક બની રહ્યું છે. હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે આ વર્ષે જૂન સુધીમાં 1240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે સોમવારના રોજ માહિતી આપી હતી.

સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

MoS એક લેખિત જવાબમાં જણાવે છે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ગુજરાત સરકાર (GoG) સાથે મળીને રાજકોટ (હીરાસર) ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવ્યું છે.

અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ પૈકી અંદાજે રૂપિયા 1405 કરોડ રાખવામાં આવ્યો છે. જેમાં જૂન, 2024ના અંતમાં એરપોર્ટના વિકાસ માટે 1240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Rajkot Airport

ગુજરાત સરકારે પ્રોજેક્ટના વિકાસ માટે જરૂરી જમીન હસ્તગત કરી હતી, અને AAIને સોંપી હતી, જે વિના મૂલ્યે અને તમામ બોજોથી મુક્ત હતી.

આ એરપોર્ટ પરથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યા અંગેના અન્ય એક પ્રશ્ન પર કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, હાલમાં, રાજકોટ (હીરાસર) ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈ સુનિશ્ચિત ઈન્ટરનેશનલ ઓપરેશન્સ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X