For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં રેલવે સ્ટેશનો પર હવે હાઈટેક સુરક્ષા, ઑટોમેટિક લગેજ સ્કેનર કરશે સામાનની તપાસ

ગુજરાતમાં હવે રેલવે સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગુજરાતમાં હવે રેલવે સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કોઈ આતંકી ગતિવિધિઓને અંજામ આપવામાં ન આવે એટલા માટે હાઈટેક ટેકનોલૉજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ કવાયત હેઠળ રેલવે સ્ટેશન પર ઑટોમેટિક સ્કેનર મશીન લગાવવામાં આવી રહ્યુ છે. રાજકોટ રેલવે સ્ટેશન પર તો આવુ થઈ પણ ચૂક્યુ છે.

rajkot railway

માહિતી મુજબ અહીં સુરક્ષાને કડક કરવા માટે સ્ટેશન પરિસરમાં બે બેગ સ્કેનર મશીન લગાવવામાં આવ્યા છે. જેનાથી પ્રતિબંધિત ઘણી વસ્તુઓ સ્ટેશન પર જ પકડાઈ શકે. આ વિશે રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી શેર કરી. તેમણે કહ્યુ કે પહેલુ મશીન સ્ટેશનના મેઈન એન્ટ્રી ગેટ પર તથા બીજુ મશીન બુકિંગ ઑફિસવાળા ગેટ પર લગાવવામાં આવ્યુ છે. પહેલા મશીનની ક્ષમતા એક વારમાં 200 કિલો સુધીના વજનની વસ્તુને સ્કેન કરવાની છે તથા કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે.

વળી, બીજા મશીનની ક્ષમતા એક વારમાં 170 કિલો સુધીના વજની વસ્તુને સ્કેન કરવાની છે તથા તેની કિંમત લગભગ 13.57 લાખ રૂપિયા છે. આ મશીનોમાં મુસાફરોએ લગેજ તથા બેગ સ્કેન કરવાની રહેશે. મુસાફર જ્યારે ગેટ પાસે પહોંચે ત્યારે તેણે લગેજ ચેક કરાવવાનુ રહેશે. આરપીએફ જવાનોને આને સંચાલિત કરવાની ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે. બુધવારે આને સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. આ મશીનો ઉપરાંત ડિવિઝનના મહત્વપૂર્ણ સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવા માટે 22 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર પણ મંગાવવામાં આવ્યા છે.

સુરત સાથે ફરીથી જોડાશે જયપુર, આ તારીખથી સાતે દિવસ કરી શકશો હવાઈ સફરસુરત સાથે ફરીથી જોડાશે જયપુર, આ તારીખથી સાતે દિવસ કરી શકશો હવાઈ સફર

English summary
Rajkot: Automatic Luggage Scanner machine setup at gujarat's Railway Stations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X