For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG સિલિન્ડર બ્લાસ્ટમાં રાજકોટનું દંપતી દાઝ્યું

રાજકોટ શહેરમાં આવેલા જામનગર રોડ પર આવેલા હાઉસિંગ આવાસ ક્વાર્ટર્સમાં શુક્રવારના રોજ સવારે એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગની ઘટનામાં દંપતી દાઝી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : શહેરમાં આવેલા જામનગર રોડ પર આવેલા હાઉસિંગ આવાસ ક્વાર્ટર્સમાં શુક્રવારના રોજ સવારે એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગની ઘટનામાં દંપતી દાઝી ગયા હતા. મહિલાની હાલત ગંભીર હતી, જ્યારે તેના પતિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

LPG cylinder blast

લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર આખી રાત સિલિન્ડરમાં ગેસ લીકેજ થયો હતો. પીડિત મધુ પરમાર (52) સવારે ગેસ ચાલુ કરવા ગયા, ત્યારે લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. જે કારણે ઘરમાં આગ લાગી હતી. તેને મદદ કરવા આવેલા તેના પતિ દિનેશ પણ દાઝી ગયા હતા.

બચાવવા ગયો જેમાં મારો હાથ પણ દાઝી ગયો

દિનેશે કહ્યું, હું જ્યારે વિસ્ફોટ સાંભળ્યો ત્યારે હું બીજા રૂમમાં સૂતો હતો, તેથી શું થયું તે જોવા ગયો. પછી મેં જોયું કે મારી પત્ની પોતાને બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે અને તેને બચાવવા ગયો જેમાં મારો હાથ પણ દાઝી ગયો હતો.

પડોશીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી અને દંપતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર મહિલા 90 ટકા દાઝી ગઈ હતી અને તેની હાલત નાજૂક હતી.

રેગ્યુલેટર જૂનું હતું અને તેના કારણે લીકેજ થયું

પડોશીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તમામ દરવાજા, બારીઓ અને ઘરની વસ્તુઓને નુકસાન થયું હતું. દંપતીનો પુત્ર બાથરૂમમાં હતો અને તેને કોઈ ઈજા થઈ ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રેગ્યુલેટર જૂનું હતું અને તેના કારણે લીકેજ થયું હતું.

English summary
Rajkot couple burnt in LPG cylinder blast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X