For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ આગઃ CM રૂપાણીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ શહેરની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈ મોડી રાતે લાગેલી આગમાં 5 લોકોના મોત નીપજ્યા છે જે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ દર્દીઓ પ્રત્યે સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યુ હતુ. વળી, તેમણે આગની દૂર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને સોંપી છે. સીએમ રૂપાણીએ આગની દૂર્ઘટનામાં જીવ ગુમાવાનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

rajkot fire

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આનંદ બંગલા ચોક નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે 12 વાગ્યા આસપાસ આગની આ દૂર્ઘટના બની હતી. જેમાં કુલ 5 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં કોરોનાના કુલ 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. ઘટનાને પગલે પોલિસ કમિશ્નર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા. આગની ઘટના વિશે માલવિયાનગર પોલિસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે. FSl અને અન્ય પુરાવાના આધારે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. મૃતકોનુ ફોરેન્સિક પીએમ રિપોર્ટ સાંજ સુધીમાં થશે.

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5ના મોતરાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5ના મોત

English summary
Rajkot fire: CM Rupani expresses grief, announces Rs 4 lakh assistance to family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X