For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ: ખાનગી સ્કૂલોનો ફી વધારો મંજૂર કરતા રોષ, NSUIએ કર્યો વિરોધ

ફી રેગ્યુલેશ કમિટી (FRC) દ્વારા થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રની 1500 જેટલી ખાનગી શાળામાં (private school) 5થી 10% ફી વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી સૌરાષ્ટ્રની 1500 જેટલી ખાનગી સ્કૂલોને ફી વધારવાની (Fee increase) મં

|
Google Oneindia Gujarati News

ફી રેગ્યુલેશ કમિટી (FRC) દ્વારા થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રની 1500 જેટલી ખાનગી શાળામાં 5થી 10% ફી વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી સૌરાષ્ટ્રની 1500 જેટલી ખાનગી સ્કૂલોને ફી વધારવાની મંજૂરી મળી છે. જેને લઇને રાજકોટ શહેર NSUI દ્વારા FRC ઓફિસ પહોંચીને આ મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ફી રેગ્યુલેટરી કમિટીના સભ્યો પાસે ફી માટેની ભીખ માગી વિરોધ દર્શાવ્યો હતો

Rajkot

એક તરફ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. બીજી તરફ શિક્ષણકાર્ય ઓનલાઇન થયુ હોવા છતા સૌરાષ્ટ્ર ઝોનની 3500 જેટલી સ્કૂલોએ ફી વધારા માટેની FRC સમક્ષ રજૂઆત કરી હતી. જેમાંથી 1500 જેટલી સ્કૂલોની માગણી સ્વીકારી ફી વધારાને મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના વિરોધમાં રાજકોટ NSUIના કાર્યકરો FRC કચેરી પહોંચી ગયા હતા અને ફી વધારો અયોગ્ય હોવાની રજૂઆત કરી હતી. રાજકોટ શહેર NSUI દ્વારા સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે સ્કૂલોએ વર્ષ 2019-2021 બાદ FRC સમક્ષ ફી વધારાની માગ મૂકી હતી. જેમાં ફી નિર્ધારણ સમિતિ દ્વારા 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 જેટલી શાળાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાંથી 1500 જેટલી સ્કૂલોને 5થી 10 ટકા સુધીનો ફી વધારો માન્ય રાખવામાં આવ્યો છે. નવા સત્રથી આ ફી વધારો લાગુ થશે.

English summary
Rajkot: NSUI protests against approval of private school fee hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X