રાજકોટ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો!

મળતી માહિતી મુજબ રાજકોટના નરસંગપુરા વિસ્તારમાં પોલીસનું રૂટીન પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે તેની તપાસ કરી હતી આ. તપાસમાં પોલીસને આ આરોપી પાસેથી ગાંજાનો જથ્થો મળ્યો હતો.

ગુજરાતમાં દિવસે દિવસે નશીલા પદાર્થોનો વેપલો વઘતો જાય છે. દિવસે દિવસે રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયાના સમાચાર આવતા રહે છે ત્યારે હવે રાજકોટ એસઓજીએ એક વ્યક્તિને ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.

Rajkot SOG

મળતી માહિતી મુજબ રાજકોટના નરસંગપુરા વિસ્તારમાં પોલીસનું રૂટીન પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે તેની તપાસ કરી હતી આ. તપાસમાં પોલીસને આ આરોપી પાસેથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી બી.ડીવી. પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે આરોપી પાસેથી 140 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત દિન પ્રતિદિન નશાખોરોનું હબ બનતુ જાય છે. ગુજરાતમાં દરિયાઈ માર્ગે અગાઉ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચુક્યુ છે. આ ઉપરાંત પડોશી રાજ્યોમાંથી દિનપ્રતિદિન ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. રાજ્યમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જ્યારે દારૂનો જથ્થો નહીં ઝડપાયો હોય. હવે રાજ્યમાં નશાખોરીને ડામવા રાજ્ય સરકાર કોઈ ચોક્કસ પગલા ભરે તે જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X