For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડર બ્રિજનું નામ પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પર રખાયું

ડિસેમ્બર 2021 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સન્માન માટે ગુજરાત સરકારે સોમવારના રોજ રાજકોટમાં અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખ્યું છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ડિસેમ્બર 2021 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સન્માન માટે ગુજરાત સરકારે સોમવારના રોજ રાજકોટમાં અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લક્ષ્મી નગર વિસ્તારમાં સ્થિત અન્ડર બ્રિજનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

cds

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં સશસ્ત્ર દળોની ત્રણેય પાંખના વડા, CDS જનરલ બિપિન રાવતે એક દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બ્રિજનું નામ CDS જનરલ બિપિન રાવત બ્રિજ હોવું જોઈએ. આ અગાઉ રાજકોટના મેયર પ્રદીપ દાવે મુખ્યમંત્રીને રૂપિયા 48 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સ્ટ્રક્ચર માટે નામ સૂચવવા જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેમની સરકાર રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે નાણાં ખર્ચવા માટે પ્રતિબદ્ધ છે અને રાજકોટમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોની યાદી આપી હતી. જનરલ રાવતનું 8 ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું હતું, જ્યારે તેમનું લશ્કરી હેલિકોપ્ટર તમિલનાડુના નીલગિરિસ જિલ્લામાં કુન્નોર પાસે ક્રેશ થયું હતું. આ ઘટનામાં જનરલની પત્ની સહિત બોર્ડમાં સવાર તમામ 14 લોકોના મોત થયા હતા.

English summary
The Under Bridge was named after the first CDS General Bipin Rawat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X