કાપડના કારખાનામાં થઇ ચોરી, વીજ કરંટ લાગતા બેના મોત
રાજકોટમાં મંગળવારની રાત્રે એક ટેક્સટાઇલ કંપનીમાંથી રૂપિયા 16 લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. કંપનીના માલિક ભૂપેન્દ્ર નાથાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરો બાઉન્ડ્રી વોલ કૂદીને તેમની ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા.
રાજકોટ : રાજકોટમાં મંગળવારની રાત્રે એક ટેક્સટાઇલ કંપનીમાંથી રૂપિયા 16 લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. કંપનીના માલિક ભૂપેન્દ્ર નાથાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરો બાઉન્ડ્રી વોલ કૂદીને તેમની ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ચોરો ગેટનું તાળું તોડતા જોવા મળ્યા હતા.

વીજ કરંટ લાગતા બેના મોત
રાજકોટ : અમરેલી જિલ્લાના એક ગામમાં ગુરુવારના રોજ બે વ્યક્તિઓ વીજ કરંટ લાગતા મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જીવરાજ ગઢિયા (52) અને ટિંચુ ગરાસિયા (22) જ્યારે ખાડામાંથી સબમર્સિબલ પંપ બહાર કાઢી રહ્યા હતા, ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. બંને બગસરા તાલુકાના કાગદડી ગામે જયસુખ કાનાણીના ફાર્મહાઉસમાં કામ કરતા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.












Click it and Unblock the Notifications
