For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીના ગામડાઓમાં કમોસમી વરસાદ, કરા પડ્યા

ગુજરાતમાં ભારે ગરમીની લહેર વચ્ચે, અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં સોમવારના રોજ કરા અને ઝાપટાં સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગુજરાતમાં ભારે ગરમીની લહેર વચ્ચે, અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં સોમવારના રોજ કરા અને ઝાપટાં સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, જ્યાં એકાએક ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

rain

સાવરકુંડલા તાલુકામાં થોરડી, ઘનશ્યામ નગર, આડસંગ વગેરે ગામો ભીના સ્પેલ, ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. આવા જ દ્રશ્યો ખાંભા તાલુકામાં જોવા મળ્યા હતા, જ્યાં ભાણીયા, નાનુડી, પીપલવા અને અન્ય ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હતા.

દરિયાકાંઠાના રાજુલા તાલુકામાં પણ મોટા અગરિયા, ઘુડિયા અને નવા અગરિયા જેવા ગામોમાં વરસાદ પડતાં ગરમીથી મોટી રાહત મળી હતી.

ઉનાળા દરમિયાન અચાનક આવેલા વરસાદને કારણે કેરી સહિતના પાક પર પ્રતિકૂળ અસર થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભારે પવનને કારણે મોટી સંખ્યામાં આંબાના ઝાડ પરથી ફળો પડી ગયા છે. સાવરકુંડલા તાલુકાના કેટલાક ગામોમાં વાવાઝોડાના કારણે પતરાના મકાનોના છાપરા ઉડી ગયા હતા.

ખેડૂતો હાલમાં મગફળીની વાવણી કરી રહ્યા છે, જેને કમોસમી વરસાદથી પ્રતિકૂળ અસર થઈ શકે છે. ઘનશ્યામ નગર જેવા કેટલાક ગામોમાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કારણ કે, વરસાદી પાણી ઘરોમાં ઘુસી ગયા હતા અને આંતરિક રસ્તાઓ થોડા સમય માટે ડૂબી ગયા હતા. આ સાથે માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજના જંગી સ્ટોકને પણ નુકસાન થયું હતું.

English summary
Unseasonal rains, hail fell in villages of Amreli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X