For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાતમાં ગરબા માટે થઈ રહી છે ભીડ, છોકરીઓએ પીપીઈ કિટ પહેરીને બોલાવી રમઝટ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગૃહ નગર રાજકોટમાં યુવતીઓએ પીપીઈ કિટ પહેરીને ગરબા રમ્યા.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ કોરોના મહામારીના કારણે તહેવારના આયોજનો પર આ વખતે અમુક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જો કે કોરોના વેક્સીનેશનના કારણે લોકોમાં હવે મહામારીનો ડર કદાચ નથી કારણકે ગરબા આયોજનોમાં ખૂબ ભીડ જોવા મળી રહી છે. ગુજરાતમાં આ વખતે ગરબાના આયોજનો થઈ રહ્યા છે. યુવક-યુવતીઓ આ વખતે મન મૂકીને ગરબા રમી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગૃહ નગર રાજકોટમાં યુવતીઓએ પીપીઈ કિટ પહેરીને ગરબા રમ્યા.

garba

રાજકોટમાં ભારે સંખ્યામાં લોકોની હાજરીમાં થયેલા ગરબા આયોજકોએ કહ્યુ, 'આસો નવરાત્રિ દરમિયાન અમારે ત્યાં કોઈ જોખમ વિના ગરબા થઈ રહ્યા છે. દર્શકો અલગ છે અને ગરબા રમનાર પીપીઈ કિટ પહેરીને આવ્યા છે. પીપીઈ કિટમાં ગરબા રમીને તેઓ લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને રસીકરણનો પણ સંદેશ આપ્યો.' તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના સંક્રમણના કેસોમાં ભારે ઘટાડો થતા સરકારે કોવિડ ગાઈડ લાઈન્સમાં છૂટ આપી છે. સરકારે તહેવારના આયોજનોને લઈને અમુક છૂટ આપી છે જેનાથી લોકો આ વખતે ઉત્સવનો આનંદ માણી શકશે.

ગયા વર્ષે એટલે 2020માં સરકારે ગરબા, દશેરાના મેળાની અનુમતિ આપી નહોતી. સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે મહામારીના કારણે નવરાત્રિ-દિવાળી જેવા તહેવારો ઘરમાં જ મનાવાશે. ગાઈડલાઈનમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ હતુ કે ગુજરાતમાં ક્યાંય પણ ગરબાનુ આયોજન નહિ થાય. સાથે જ સાર્વજનિક સ્થળોએ 200થી વધુ લોકોને એકઠા થવાની અનુમતિ નહિ હોય. સરકારી ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યુ હતુ કે જો આદેશોને નજર અંદાજ કરીને કોઈ મેદાનો ઉપરાંત મહોલ્લા કે ગલીઓમાં પણ ગરબાનુ આયોજન થશે તો સંબંધિત સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આ વખતે સ્થિત અલગ છે. લોકો ગરબા રમતા જોવા મળી રહ્યા છે.

English summary
Video: Girls dance with PPE kits in Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X