
નવસારી સબજેલમાં 200 કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ
વલસાડના જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા નવસારીની સબજેલમાં 200 કેદીઓના હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટાપૌંઢા આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
જેલમાં કેદી ભાઈઓ બહેનો તમારી સજા પૂરી કરી જ્યારે સમાજમાં પરત ફરો ત્યારે સ્વસ્થ સમાજના નિર્માણમાં તમારું ઉત્તમ યોગદાન આપો. સમાજમાં કોઈપણ પ્રકારના ગુના તે વ્યક્તિને, કુટુંબને અને રાષ્ટ્રને નુકશાન પહોંચાડનારા છે. ગુનેગારોની સંખ્યા ન વધે, નવી જેલો બનાવવી ન પડે એ માટેના કાર્યો કરવા શુભેચ્છાસભર સંદેશ પાઠવ્યો હતો.
જેલ સુપ્રિટેન્ડેન્ટ પી.પી પટેલે સાયબર ક્રાઈમ વિશે માહિતી આપી જણાવ્યું કે, જન્મથી કોઈ ગુનેગાર હોતું નથી. રક્ષાબંધન પર્વ નિમિત્તે કેદીઓના હૃદય પણ દ્રવી ઉઠયા હતા. તેઓએ જણાવ્યું કે, અમારી બહેનોને તો અમે ના મળી શકીએ પણ આપસૌ બહેનો અહીં આવ્યાં અમે તમારાં ખૂબ આભારી છીએ. કેદીઓએ પોતાની વાતો રજૂ કરી જીવનમાં વાસ્તવિકતાનો સ્વીકાર કરવા જણાવ્યું હતું. કોઈના બહેકાવવામાં આવવું નહીં. તથા ઘરે જઈ પરિવાર તથા દેશ માટે ઘણું કરવું છે એવી ભાવના ઘણા કેદીઓએ વ્યક્ત કરી હતી.