સુરતઃ આમરોલીમાં 13 વર્ષના છોકરાએ ગળા ફાંસો ખાધો, પરિવાર કંઈક છૂપાવી રહ્યો છે
સુરતઃ આમરોલીમાં 13 વર્ષના છોકરાએ ગળા ફાંસો ખાધો, પરિવાર કંઈક છૂપાવી રહ્યો છે
સુરતઃ અમરોલી વિસ્તારમાં 13 વર્ષીય એક છોકરાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે જણાવ્યું કે, આ સગીર સાથે 24 કલાક પહેલા કુકર્મ થયું હતું. જેનાથી તંગ આવી છોકરાએ પોતાનો જીવ આપી દીધો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દંગ કરતી વાત એ પણ છે કે આ સમગ્ર મામલે તેનો પરિવાર ઘણુંબધું છૂપાવી રહ્યો છે.

આ છોકરા પર કુકર્મ થયું હોવાની પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે. તે ભરથાણા વિસ્તારમાં રહેતો હતો. દીકરાનો મૃતદેહ લટકેલી હાલતમાં મળતાં પરિવાર સન્ન થઈ ગયો હતો. તેને નીચે ઉતારી સ્મીમેર હોસ્પિટલે ઈલાજ કરાવવા લઈ ગયા હતા. જ્યાં તબીબોએ છોકરાને મૃત ઘોષિત કરી દીધો. પરિજનોનું કહેવું છે કે છોકરો હાલ અભ્યાસ નહોતો કરી રહ્યો, એટલે તેને ઝાપટ મારી હતી. જે બાદ ગુસ્સામાં તેણે આ પગલું ભરી લીધું.
આ મામલે પરિજનોએ કેસ કરવાનો પણ ઈનકાર કરી દીધો. ત્યારે ખુદ પોલીસે કુકર્મ અને આત્મહત્યા માટે ઉકસાવવાની ફરિયાદ નોંધાવી આગળની તપાસ શરૂ કરી દીધી છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ સગીર સાથે કેટલીય વાર કુકર્મ કરવામાં આવ્યું. આ સગીરે એક જ મહિનામાં બે વાર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.












Click it and Unblock the Notifications
