For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 વર્ષના ધ્રુવનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા વાયરસથી 5 કલાકમાં જ દમ તૂટ્યો

સુરતમાં કોરોનાથી 13 વર્ષના એક બાળકનો જીવ જતો રહ્યો છે. વાંચો વિગત.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરત જિલ્લો કોરોના વાયરસના સંક્રમણથી હાલમાં સર્વાધિક પ્રભાવિત છે. એકલા સુરતમાં 4,366 સક્રિય કોરોના દર્દી છે. આ ઉપરાંત અહીં કોરોનાના કારણે 1,073 લોકો દમ તોડી ચૂક્યા છે. અહીં કોરોનાથી 13 વર્ષના એક બાળકનો પણ જીવ જતો રહ્યો છે. ધ્રૂવ નામના આ બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. પરિવારજનોએ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ પૉઝિટીવ આવ્યાના 5 કલાકમાં જ ધ્રૂવનુ મોત થઈ ગયુ.

surat

સુરતમાં અત્યાર સુધીમાં આ સૌથી નાની ઉંમરના બાળકનુ મોત થયુ. મજૂરા ફાયર સ્ટેશન પાસે સાચી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યુ કે 13 વર્ષના ધ્રૂવને મોટા વરાછા વિસ્તારથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો તે બાળકમાં કોઈ લક્ષણ દેખાયા નહોતા. પરંતુ કોરોના ટેસ્ટ કરાવવા પર પુષ્ટિ થઈ કે તે વાયરસની ચપેટમાં આવી ચૂક્યો છે. તેને સાચી ચાઈલ્ડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

13 વર્ષના ધ્રૂવના પિતાનુ કહેવુ છે કે દીકરો રવિવારે સંપૂર્ણપણે સ્વસ્થ હતો. કોરોનાના સામાન્ય લક્ષણ તેમાં નહોતા. તેને કોઈ તકલીફ નહોતી. પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. કોરોના પૉઝિટીવ આવ્યા બાદ થોડા કલાકો બાદ જ તે અમારાથી છીનવાઈ ગયો. ધ્રુવના પિતાનુ નામ ભાવેશભાઈ કોરાટ છે જે મોટા વરાછામાં ડી માર્ટ પાસે સ્થિત ભવાની હાઈટ્સમાં રહે છે અને એમ્બ્રૉઈડરીનુ કારખાનુ ચલાવે છે.

IIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર કોરોના સંક્રમિતIIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર કોરોના સંક્રમિત

English summary
13 years old boy Dhruv lost life due to covid 19 in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X