For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતની લિંબાયત સીટ પર સૌથી વધુ 47 ઉમેદવાર, લિંબાયતમાં 3 અને મોરબી સીટ પર 02 બેલેટ યુનિટ વપરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હાલ પ્રથમ તબક્કાના ફોર્મ ભરવાની પ્રકિયા પુરી થઈ ગઈ છે અને બીજા તબક્કા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હાલ પ્રથમ તબક્કાના ફોર્મ ભરવાની પ્રકિયા પુરી થઈ ગઈ છે અને બીજા તબક્કા માટેની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી.

vote

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, મતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશનના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

મોરબીમાં બે અને લિંબાયતમાં ત્રણ બેલેટ યુનિટ
મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ 16 ઉમેદવાર હોય તો (15 ઉમેદવાર+NOTA) 01 બેલેટ યુનિટ જ્યારે 16થી 31 ઉમેદવારો સુધી 02 બેલેટ યુનિટ તેમજ 32થી 47 ઉમેદવારો સુધી 03 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે.

English summary
A maximum of 47 candidates will contest the Limbayat seat of Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X