For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઉજવણીની થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમો યોજાશે!

ગુજરાતમાં તા. ૨૯ સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ, ૨૦૨૨ યોજાનાર છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં તા. ૨૯ સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ, ૨૦૨૨ યોજાનાર છે. તેથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં નેશનલ ગેમ્સ બાબતે જાગૃતિ કેળવવા માટે તમામ શાળા, કોલેજો અને યુનિવર્સીટીઓમાં તા. ૧૨થી ૧૬ સપ્ટેમ્બર સુધી જિલ્લા, તાલુકા તેમજ શાળા અને કોલેજકક્ષાએ 'Celebreting Unity Through Sports’(સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઊજવણી) થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Valsad

વલસાડ જિલ્લામાં આ વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લા રમતગમત અધિકારી અનિલ રાઠોરને કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સુચનો આપ્યા હતા તેમજ કાર્યક્રમોમાં હાજર રહેવા માટે તમામ પ્રાંત અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપી હતી.

આ કાર્યક્રમો વલસાડ, પારડી, ઉમરગામ, કાપી અને ધરમપુર તાલુકાઓની વિવિધ કોલેજોમાં યોજાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૧૨મી સપ્ટેમ્બરના રોજ વલસાડ તાલુકાની શાહ એન. એચ. કોમર્સ કોલેજના સંસ્કાર કેન્દ્ર ખાતે નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમોમાં ચેસ, વોલીબોલ, ટેબલ ટેનિસ, દોરડા ખેંચ, બેડમિંટન, કેરમ, સંગીત ખુરશી જેવી રમતોનું યોગ સાથે આયોજન કરાશે.

English summary
Awareness programs will be held in Valsad under the theme of celebrating unity through sports!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X