
સુરતઃ PUBG રમવાની પિતાએ ના પાડતાં છોકરાએ ફાંસી લગવી લીધી
ભારતમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. તેમ છતાં પબજીના શોકિન લોકો તેના ઉપયોગથી પાછળ નથી હટી રહ્યા. ગુજરાતમાં સુરતના ડિંડોલી ક્ષેત્રમાં પબજી રમતી વખતે પિતાએ ના પાડતાં યુવકે ફાંસી લગાવી લીધી.
પોલીસે જણાવ્યું કે ડિંડોલી રામનગર સોસાયટી નિવાસી દીપક મિશ્રા (24)એ આત્મહત્યા કરી લીધી. ઘટના મંગળવારે રાતે બની, જ્યારે તે ઘરમાં જ ફાંસીએ લટકી ગયો. જેના કેટલાક દિવસો બાદ પોલીસ સ્ટેશને સમગ્ર મામલો પહોંચ્યો. માલૂમ પડ્યું કે મૃતક દીપક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતી. તે ઘરની બાજુમાં જ ફળની લારી ચલાવતો હતો. પરિજનોનું કહેવું છે કે તેને પબજીની લત લાગી ગઈ હતી. તે દિવસ-રાત પબજી રમતો રહેતો હતો. આ વાતને લઈ તેના પિતા તેને વઢ્યા હતા.
પીએમ મોદીએ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું, તસવીરોમાં જુઓ
પાડોસીએ મુજબ દીપકને નશો કરવાની પણ આદત હતી. પિતા વઢતાં તે દુખી થઈ ફંદા પર લટકી ગયો હતો. જણાવી દઈએ કે આજથી સમગ્ર ભારતમા ંપબજી બંધ થઈ રહી છે. હવે જેમના મોબાઈલમાં પહેલેથી ડાઉનલોડ કરેલી હશે તેવા લોકો પણ પબજી નહિ રમી શકે.