For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લૉકડાઉન લાગશે? સુરતથી હજારો શ્રમિકોએ પલાયન ચાલુ કર્યું

ગુજરાતમાં લૉકડાઉન લાગશે? સુરતથી હજારો શ્રમિકોએ પલાયન ચાલુ કર્યું

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીના પ્રકોપને પગલે ગુજરાતના સુરત-રાજકોટ સહિત કેટલાય શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. સરકારના અત્યાર સુધીના આદેશ મુજબ કોવિડ નિયમો વાળા પ્રતિબંધો 12 મે સુધી રહેશે. ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ છે. જો કે મામલા વધવા પર પૂર્ણ લૉકડાઉન લગાવી દેવામાં આવે તેવી લોકોને આશંકા પણ છે. આ કારણે અત્યાર સુધી હજારો પ્રવાસી મજૂરો ગુજરાત છોડી ચૂક્યા છે.

ડાયમંડ ઈન્ડસ્ટ્રીની મુશ્કેલી વધી

ડાયમંડ ઈન્ડસ્ટ્રીની મુશ્કેલી વધી

ગુજરાતમાં એક અઠવાડિયાના પ્રતિબંધથી કપડા કારોબારને 1050 કરોડનું નુકસાન થયું છે. કપડા ઈન્ડસ્ટ્રીથી સાત લાખ મજૂર પોતાના ગામડે ચાલ્યા ગયા. કંઈક આવા જ હાલાત દેશના ડાયમંડ કેપિટલ કહેવાતા સુરતમાં હીરા કારોબારના પણ છે. એક હીરા કારોબારીએ જણાવ્યું કે, "50-60% કારીગર સુરતથી પોતપોતાના ગામ-કસ્બામાં ચાલ્યા ગયા છે. જેનાથી હીરા કારોબારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે."

કામ પર આવતાં કારીગરો ડરી રહ્યા છે

કામ પર આવતાં કારીગરો ડરી રહ્યા છે

હીરા કારોબારીએ કહ્યું કે, "ગુજરાતમાં પૂર્ણ લૉકડાઉન લાગવાના ડરથી કારીગર કામ પર આવતાં ડરી રહ્યા છે. કોરોનાવાયરસના વધતા મામલા વચ્ચે લૉકડાઉન લાગવાની આશંકાને જોતાં કેટલાય અન્ય વેપાર-કારોબાર પણ ઠપ થવા લાગ્યા છે."

મજૂરોએ પલાયન ચાલુ કર્યું

મજૂરોએ પલાયન ચાલુ કર્યું

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે હીરા કારોબારીઓની દુકાનો બંધ છે. તેમનું કહેવું છે કે હીરા કારીગરો પોતાના ગામડે ચાલ્યા ગયા છે, જેનાથી કારોબારી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

હાલોલમાંથી મળી આવ્યુ ચીપ ફિટ કરેલુ શંકાસ્પદ કબૂતરહાલોલમાંથી મળી આવ્યુ ચીપ ફિટ કરેલુ શંકાસ્પદ કબૂતર

બીજી તરફ કપડા કારોબાર સાથે જોડાયેલા એક વેપારીએ કહ્યું કે આ જિલ્લાની વીવિંગ-નિટિંગ ઈન્ડસ્ટ્રીમાં 7 લાખ, પ્રોસેસ હાઉસમાં 3 લાખ, એમ્બ્રોયડરીમાં અઢી લાખ અને કપડા માર્કેટમાં અઢી લાખ શ્રમિકો કામ કરે છે. આ તમામ સેક્ટરમાંથી 50% શ્રમિક ઓરિસ્સા, યૂપી-બિહાર અને પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા છે.

લાખો મજૂરો પોતાના ગામડે ચાલ્યા ગયા

લાખો મજૂરો પોતાના ગામડે ચાલ્યા ગયા

કપડાના વેપારી નરેન્દ્ર સાબૂએ જણાવ્યું કે મુશ્કેલીથી 15-20 ટકા વેપાર બચ્યો છે, એક રિપોર્ટ મુજબ ગત 7 એપ્રિલથી અત્યાર સુધી ટ્રેનથી 3.5 લાખ અને બસથી 3 લાખથી વધુ લોકો પોતાના ગામડે ચાલ્યા ગયા છે.

English summary
Thousands of workers started fleeing from Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X