For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં કોરોના વેક્સિનેશેન મેગા કેમ્પ યોજાયો!

વલસાડ જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે. આરોગ્યતંત્ર દ્વારા કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી અનેક લોકોને વેક્સિનેટ કર્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડ જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે. આરોગ્યતંત્ર દ્વારા કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી અનેક લોકોને વેક્સિનેટ કર્યા હતા. હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 60 વર્ષથી વધુ વયનાં વ્યક્તિનોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 6 ઓગસ્ટને શનિવારના રોજ “કોવિડ- 19 ૨સીકરણ મેગા કેમ્પ”નું આયોજન કરાયું હતું. 46503 લોકોએ કોરોના રસી લીધી હતી.

corona vaccine

જિલ્લામાં વેક્સિનેશન મેગા ડ્રાઇવ દરમિયાન 343 વેક્સિનેશન સેન્ટર પર 46310 વ્યક્તિઓએ પ્રિકોશન ડોઝ લીધો હતો. આ મેગા ડ્રાઇવને સફળ બનાવવા જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્યતંત્ર સઘન પ્રયાસ કર્યા હતા.

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણ કામગીરીમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના તમામ પાત્રતા ધરાવતાં વ્યક્તિઓને કોવિડ– 19 રસીકરણથી સુ૨ક્ષિત કરી કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવા કોવિડ– 19 રસીકરણનો પ્રચાર - પ્રસાર, ગૃહ મુલાકાત લઇ લોકોમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ કેળવી કોવિડ– 19 રસીકરણનો વ્યાપ વધારવા માટેનાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ"ને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે.

English summary
Corona Vaccination Mega Camp was held in Valsad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X