For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં મ્યૂકોરમાઇકોસિસના 5 વેરિયન્ટ, કોવિડથી રિકવર થયેલા દર્દીઓમાં ખતરો વધ્યો

સુરતમાં મ્યૂકોરમાઇકોસિસના 5 વેરિયન્ટ, કોવિડથી રિકવર થયેલા દર્દીઓમાં ખતરો વધ્યો

|
Google Oneindia Gujarati News

કોરોના સંક્રમણ બાદ હવે દેશ મ્યૂકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ સામે લડી રહ્યો છે. મ્યૂકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સુરત સ્થિત કિરણ હોસ્પિટલના દર્દીઓમાં બ્લેક ફંગસના વિવિધ 5 વેરિયન્ટ જોવા મળ્યા છે. મ્યૂકોરમાઇકોસિસના આટલા વેરિયન્ટ સામે આવ્યા હોય તેવો આ પહેલો કેસ છે.

mucormycosis

સુરતમાં મ્યૂકોરમાઇકોસિસ દર્દીની સંખ્યા તેજીથી વધી રહી છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત કિરણ હોસ્પિટલમાંથી જ 150થી વધુ મ્યૂકોરમાઇકોસિસના દર્દી દાખલ છે. અહીં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાંથી ઇલાજ કરાવવા ફંગસના દર્દીઓ પહોંચ્યા છે.

કિરણ હોસ્પિટલના માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉક્ટર મેહુલ પંચાલનું કહેવું છે કે મોટાભાગના ઈજોમ્યૂકોર અને રાઇજોપસ, absidia, સક્સેનિયા અને cunninghamella ફંગસ દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. આ ફંગસ એવા દર્દીઓમાં જ મળી આવે છે જેઓ કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે.

ડૉક્ટર્સનો દાવો છે કે બ્લેક ફંગસના 7થી 8 પ્રકારોમાંથી દર્દીઓમાં માત્ર 5 પ્રકારના ફંગસના લક્ષણો દર્દીમાં જોવા મળ્યા છે, જેમાંથી 200થી વધુ ફંગસના વેરિયન્ટ હોય છે. સુરતના આ હોસ્પિટલમાં 20 ટકા દર્દીઓ એસ્પરજિલોસિસ (Yellow Fungus)ના છે, જ્યારે 2થી 5 ટકા દર્દીઓમાં ડ્યુઅલ વેરિયન્ટના ફંગસ મળ્યા છે. ડૉક્ટર્સનું કહેવું છે કે આવા દર્દીઓનું પ્રોપર ચેકિંગ જરૂરી છે. તપાસના આધારે જ દર્દીઓમાં ફેલાયેલ ફંગસનો ઈલાજ થઈ શકે છે.

જાણકારોનું કહેવું છે કે તટીય વિસ્તારોના નમી વાળા ક્ષેત્રોમાં કન્સ્ટ્રક્શનને પગલે પ્રદૂષિત હવા ચાલે છે. આ હવા પણ બ્લેક ફંગસ ફેલાવા પાછળનું કારણ બની શકે છે. એવામાં સુરત સમુદ્રી તટ પર છે, બ્લેક ફંગસ ફેલાવવાનો ખતોર અહીં સામાન્યથી વધુ છે. છેલ્લા 15 દિવસમાં સુરતમાં બ્લેક ફંગસના 40થી વધુ કેસ નોંધાયા છે.

English summary
Different 5 variants of mucormycosis found in surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X