For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતના ડુમસમાં 4.75 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક અને સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવાશે!

સુરતના ડુમસ રોડ પર આવેલા કાંડી ફળિયા ખાતે ડ્રેનેજ નેટવર્ક અને સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. આ કામગીરી માટે કુલ રૂ. 4.75 કરોડનો ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરતના ડુમસ રોડ પર આવેલા કાંડી ફળિયા ખાતે ડ્રેનેજ નેટવર્ક અને સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. આ કામગીરી માટે કુલ રૂ. 4.75 કરોડનો ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માંગ કરી રહ્યા છે. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા અહીં પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.

Drainage network

વિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગરપાલિકા અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા વિસ્તારનો સમાવેશ થતાં પાલિકાની જવાબદારી પણ વધી છે. નવા વિસ્તારોમાં તબક્કાવાર ડ્રેનેજ, પાણી, રસ્તા અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. વરિયાવ, કોસાડ, પુણે સહિતના વિસ્તારોનો વર્ષ 2006માં શહેરની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ડુમસ અને આસપાસના ગામોને પણ આવરી લેવાયા હતા. પરંતુ ડુમસ રોડ પર આવેલ એકમાત્ર કાંડી ફળિયાનો નગરમાં સમાવેશ કરાયો ન હતો.

2006ના વિસ્તરણ બાદ ડુમસ સહિતના વિસ્તારોમાં તબક્કાવાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. પરંતુ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ન થતા કાંડી ફળિયાના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી શકાઈ નથી. પરિણામે કાંડી ફળિયાના રહીશો 2006થી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માંગ કરી રહ્યા છે. વર્ષ 2019માં સુરત શહેરમાં એક્સ્ટેંશન કાંડી ફળિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે મહાનગરપાલિકાએ કાંડી ફળિયાના રહીશોને પ્રાથમિક સુવિધાઓ આપવાનું આયોજન કર્યું છે. સુએઝ સિસ્ટમની સ્થાપના માટે ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પમ્પિંગ સ્ટેશન અને રાઇઝિંગ મેઇન લાઇન નાખવા માટે કુલ રૂ. 4.75 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે મળેલી ડ્રેનેજ કમિટીની બેઠકમાં આ કામોના અંદાજને સમર્થન આપવામાં આવ્યું હતું. વિવિધ કામો માટે કુલ રૂ.22.48 કરોડ મંજૂર કરાયા હતા.

English summary
Drainage network and suez pumping station to be constructed at a cost of Rs 4.75 crore in Dumas of Surat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X