For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતની રેલીમાં રાહુલ ગાંધીએ આદિવાસીઓનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- આદિવાસી ભારતના પહેલા માલિક!

ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ ચરમ પર ત્યારે હવે કોંગ્રેસ તરફથી ખુદ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. રાહુલ ગાંધીએ આજે પ્રચારની ધમાકેદાર શરૂઆત કરતા સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ ચરમ પર ત્યારે હવે કોંગ્રેસ તરફથી ખુદ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. રાહુલ ગાંધીએ આજે પ્રચારની ધમાકેદાર શરૂઆત કરતા સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી. અહીં રાહુલ ગાંધીએ બીજેપી પર પ્રહારો કરતા આદિવાસીનો મુ્દ્દો ઉઠાવીને બીજેપીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

Rahul Gandhi

ગુજરાતમાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ યોજાઈ રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ આદિવાસીઓનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, ભાજપ તમને આદિવાસી નથી કહેતો, તે તમને વનવાસી કહે છે, તે એવું નથી કહેતા કે તમે ભારતના પ્રથમ માલિક છો, પરંતુ તે કહે છે કે તમે જંગલમાં રહો છો એટલે તે નથી ઈચ્છતા કે તમે શહેરોમાં રહો અને તમારા બાળકો એન્જિનિયર ડૉક્ટર વગેરે બને.

અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કરી રહ્યા છે. હાલ યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે અને રાહુલ ગાંધીએ મોરચો સંભાળી લીધો છે. આજે રાહુલ ગાંધી પ્રથમ સભામાં જ આક્રમક અંદાજમાં સામે આવ્યા હતા.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આદિવાસીઓ ભારતના પ્રથમ માલિક છે, પરંતુ ભાજપ તેમને વનવાસી કહે છે. જેની જમીન ભાજપ છીનવીને 2-3 ઉદ્યોગપતિઓને આપી શકે છે, તેઓ નથી ઈચ્છતા કે આદિવાસીઓ શહેરોમાં રહે. તેમને શિક્ષણ, આરોગ્ય અને રોજગારી મળે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ તમારો અધિકાર છીનવી લેવા માંગે છે. તમે વનવાસી નથી પણ આદિવાસી છો, આ દેશ તમારો છે.

English summary
First Proprietor of Tribal India-Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X