સુરતમાં ટ્રસ્ટીઓની અમાનવીયતા, મિલકતોને સીલ મારી દેતા લોકો રસ્તે રઝળ્યા
સુરતમાં ટ્રસ્ટીઓની અમાનવીયતા સામે આવી છે. ગલેમંડી નાગોરીવાડ ટ્રસ્ટની મિલકતો મામલે ભાડુતો સાથે ટ્રસ્ટીઓનો અમાનવીયતાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા ટ્રસ્ટની મિલકત બાબતે ભાડુઆતો સાથેના વિવાદમાં મ
સુરતમાં ટ્રસ્ટીઓની અમાનવીયતા સામે આવી છે. ગલેમંડી નાગોરીવાડ ટ્રસ્ટની મિલકતો મામલે ભાડુતો સાથે ટ્રસ્ટીઓનો અમાનવીયતાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા ટ્રસ્ટની મિલકત બાબતે ભાડુઆતો સાથેના વિવાદમાં મિલકતો સીલ કરતા પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા.
Recommended Video

સુરત : ટ્રસ્ટીઓની અમાનવીયતા, મિલકતને સીલ મારી દેતા પરિવારો રસ્તે રજળ્યા

શહેરના ગલેમંડી નાગોરીવાડ ટ્રસ્ટની મિલકતમાં રહેતા સૈફયુદ્દીન શેખે જણાવ્યું હતુ કે મિલકતોના હીસાબ માંગવા માટે આરટીઆઇ કરી હતી. આરટીઆઇમાં માહિતિ માંગવામાં આવતા ટ્રસ્ટીઓએ કીન્નાખોરી રાખી મિલકતો ખાલી કરાવવાના આક્ષેપ કર્યા છે. વધુમાં ટ્રસ્ટીઓના ભાડુઆતોએ કલેક્ટર, ટ્રિબ્યુનલ કોર્ટ અને ગુજરાત વર્કર્સ બોર્ડે નોટીસ આપી ન્યાય કર્યો છે. અમે રોડ પર રહીયે છીએ અને હેરાન પરેશાન થઇ રહ્યાં છીયે.












Click it and Unblock the Notifications
