For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત કોગ્રેસના કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા સાથે ખાસ વાતચીત

વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં આજે અમે તમને જણાવીશુ સુરત કોંગ્રેસના કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા સાથે શહેરની સમસ્યાઓ વિશે થયેલી વાતચીત.

|
Google Oneindia Gujarati News

સુરતઃ સામાન્ય પરિવારમાં જન્મેલા શૈલેષભાઈ રાયકા નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર અને કુશળ છે. વિદ્યાર્થીકાળથી જ લીડરશિપ લઈ અન્યાય સામે અવાજ ઉઠાવી લોકોને ન્યાય અપાવવા રાજનીતિમાં આવી સમાજસેવામાં જોડાયા. 2015માં સુરત મહાનગરપાલિકા સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી જીત મેળવી. હાલમાં સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનો અવાજ બની લોકોની સમસ્યાઓ માટે લડત આપી શાસક પક્ષને હંફાવતા રહે છે. વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં આજે અમે તમને જણાવીશુ સુરત કોંગ્રેસના કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા સાથે શહેરની સમસ્યાઓ વિશે થયેલી વાતચીત.

Shaileshbhai Raika

પ્રશ્નઃ શહેરમાં પાણી, ગટર અને રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ ન થવાનુ કારણ શું?

જવાબઃ પાયાની સુવિધાઓમાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ રહી છે. છેલ્લા 10 વર્ષમાં અધવિસ્તરણોમાં જે ગામો આવ્યા છે એ ગામોમાં આજની તારીખમાં પણ પાયાની સુવિધાઓ નથી. છેવાડાના ગામોમાં પણ રસ્તા, ટ્રેનોની સુવિધા નથી. જૂના વિસ્તારોમાં પણ 25-30 વર્ષ જૂની પાઈપ લાઈનો છે. તે વખતે આપણી વસ્તી નિયંત્રણમાં હતી જ્યારે આજે વસ્તીવધારો 60 લાખ સુધી પહોંચી ગયો છે. જેને જોતા 30 વર્ષ જૂની પાઈપ લાઈનના કારણે ખરાબ પરિસ્થિતિનુ સર્જન થયુ છે. નવીનીકરણમાં પણ કોર્પોરેશન નિષ્ફળ ગયુ છે. ઠેર ઠેર રસ્તા અને ગંદા પાણીની સમસ્યાઓ છે. આવા મોટા શહેરમાં આ પ્રકારની સમસ્યાઓ ન હોવી જોઈએ. આદરણીય પ્રધાનમંત્રીની જે સ્માર્ટસિટીની યોજના છે. આપણે ઉદાહરણ પૂરુ પાડી શકીએ તેવુ શહેર છે તેમછતાં અહીંના જે સ્થાનિક શાસકો પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગયા છે તેમ છતુ થાય છે.

પ્રશ્નઃ શાસનને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે, લોકોના કામ કયા કારણોસર ન થયા?

જવાબઃ જે ભાજપ શાસકો છે તેમના મગજમાં દ્વેષભાવની નીતિ હોય છે. 2015ની ચૂંટણીમાં જે નવા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીતીને આવ્યા છે એ તમામ વોર્ડેને એ લોકો દ્વેષભાવની રીતે નાની-મોટી ગ્રાન્ટ નથી ફાળવતા, પ્રાથમિક સુવિધા આપવામાં પણ આઘાપાછી કરે છે જેના કારણે અમુક વિસ્તારોમાં આપણે પાણી અને ડ્રેનેજની સારી સુવિધાઓ આપવામાં નિષ્ફળ થયા છીએ.

પ્રશ્નઃ ચૂંટણીને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. કેટલાક વાયદાઓ પૂરા ન થવાનુ કારણ શું?

જવાબઃ અમુક વચનો પૂરા ન થવાનુ કારણ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર છે. શાસકોના અણઘડ નિર્ણયોના કારણે સુરત મહાનગરપાલિકા વર્ષો પહેલા ખૂબ જ સમૃદ્ધ મહાનગરપાલિકા કહેવાતી પરંતુ છેલ્લા 10-15 વર્ષોથી જોઈએ છે કે પાલિકાની આવકના સ્ત્રોત ખૂબ મર્યાદિત છે. આ તમામની જવાબદારી શાસકોની રહે છે. શાસકો ઉપરથી ગ્રાન્ટ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. ગ્રાન્ટ લાવે તો વાપરવામાં નિષ્ફળ છે. તમામ પ્રકારે શાસકો નિષ્ફળ છે. આ નિષ્ફળતાના કારણે લોકોને સુવિધા પૂરી પાડી શકતા નથી.

રાજ્યસભામાં પાસ થયુ બેંકિંગ વિનિમય (સુધારા) બિલરાજ્યસભામાં પાસ થયુ બેંકિંગ વિનિમય (સુધારા) બિલ

English summary
Interview of Congress leader Shaileshbhai Raika
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X