સુરતમાં વૃદ્ધો માટે યોજાયો જીવનસાથી મેળો, દેશભરમાંથી 8000 આવેદન આવ્યા, જાણો કેટલાની જોડી બની?
'અનુબંધ ફાઉન્ડેશન' વૃદ્ધાવસ્થામાં એકલતા સાથે જીવન જીવી રહેલા લોકોને જીવનસાથી શોધવાનુ મંચ પ્રદાન કરે છે. જાણો વિગત.
સુરતઃ વૃદ્ધોના લગ્નના કિસ્સા તમે પણ સાંભળ્યા હશે પરંતુ વૃદ્ધોની જોડી બનતી તમે ક્યાંય સાંભળી છે? સુરતમાં 'અનુબંધ ફાઉન્ડેશન' વૃદ્ધાવસ્થામાં એકલતા સાથે જીવન જીવી રહેલા લોકોને જીવનસાથી શોધવાનુ મંચ પ્રદાન કરે છે. જેના દ્વારા દેશભરમાંથી આવેદન મળે છે. આ વખતે સંમેલનમાં અહીં 70 વૃદ્ધાઓ અને 200 વૃદ્ધોને આમંત્રિત કરવામાં આવ્યા. જેમાંથી 10 જોડીની વાત પણ બની ગઈ. માહિતી મુજબ આ વખતે દેશભરમાંથી કુલ 800 આવેદન મળ્યા હતા.

વૃદ્ધો માટે યોજાય છે જીવનસાથી મેળો
જે વૃદ્ધો ઈચ્છતા હોય કે તેમનો જીવનસાથી હોય, તે ત્યાં જઈ શકે છે. સહુને પોતાની પસંદ મુજબ જોડી બનાવવાનો મોકો અહીં આપવામાં આવે છે. ગયા સોમવારે પણ અહીં જીવનસાથી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ જેના માટે દેશભરમાં વરિષ્ઠ લોકો ગુજરાતના સુરતમાં પહોંચ્યા. 'અનુબંધ ફાઉન્ડેશન'ના પદાધિકારીએ કહ્યુ કે છેલ્લા સમયમાં પોતાના સાથીઓથી દૂર થયેલા લોકોની બચેલી જિંદગી પણ એક હમસફર સાથે પસાર થાય એના માટે અમે આ આયોજન કરીએ છીએ.

સંસ્થાનો સંપર્ક કરવામાં આવે છે
'અનુબંધ ફાઉન્ડેશન' અત્યાર સુધી લગભગ 200 આવા લોકોની જોડી બનાવી ચૂક્યુ છે જે વૃદ્ધાવસ્થામાં જીવનસાથીની શોધ કરી રહ્યા હતા. પદાધિકારીએ કહ્યુ કે વૃદ્ધાવસ્થામાં એકલતા ઘણા વૃદ્ધોની મુશ્કેલી છે અને અમારી સંસ્થા આ સમસ્યામાંથી છૂટકારો અપાવવાની દિશામાં કામ કરી રહી છે. જે વૃદ્ધો ભાગ લેવા માંગતા હોય તેમના દ્વારા પહેલા સંસ્થાનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારે અમુક જરુરી સ્ટેપ્સ સાથે તેમની જોડી બંધનમાં બંધાય છે.

વૃદ્ધા શોધી રહી હતી પતિ માટે પત્ની
જીવનસાથી મેળામાં આ વખતે એક એવા વૃદ્ધા પણ પહોંચ્યા જેમની બંને કિડની ખરાબ થઈ ચૂકી છે અને તેઓ આંખો બંધ થતા પહેલા પોતાના પતિ માટે એક મહિલાની શોધ કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે મને દેખાવાનુ બંધ થઈ જાય એ પહેલા મારા પતિને તેમના જેવા વિચારો ધરાવતી વૃદ્ધા મળી જાય તો તેમની અંતિમ ઈચ્છા પૂરી થઈ જશે. તેણે કહ્યુ કે મારા પતિને જીવનસાથી મળે એ જ મારી અંતિમ ઈચ્છા છે.












Click it and Unblock the Notifications
