નિલેશ કુંભાણી પર મોટી કાર્યવાહી, કોંગ્રેસે પાર્ટીએ કર્યો છ વર્ષ માટે સસ્પેન્ડ
Surat Lok sabha Seat: ગુજરાતમાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. નિલેશ કુંભાણી સુરત લોકસભા સીટ માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, નોમિનેશન ફોર્મમાં સુરતની સીટ માટે ઉમેદવાર તરીકે તેમને દરખાસ્ત કરનારા ત્રણ પ્રસ્તાવકો ફરી ગયા હતા, તેથી નિલેશ કુંભાણીનું નામાંકન ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું. આ બેઠક માટે કોંગ્રેસના ડમી ઉમેદવાર સાથે પણ આવું જ થયું હતું.
જે બાદ અન્ય ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. આખરે ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજયી જાહેર થયા હતા. ત્યારથી નિલેશ કુંભાણી ગુમ છે. હાલ એવી અટકળો ચાલી રહી છે કે, તેઓ આખરે ભાજપમાં જોડાશે.

કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને જાહેરમાં ધમકી આપી હોવાથી સુરતમાં તેમના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં તેમની પત્ની હાલ રહે છે.
નિલેશ કુંભાણીના પ્રસ્તાવકર્તાઓ તેમના સંબંધીઓ અને મિત્રો હતા, કોંગ્રેસ પક્ષ માને છે કે, નિલેશ કુંભાણીની ભૂલ હતી. ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા બેઠક ભાજપની સુરક્ષિત બેઠક છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ આ બેઠકને પાંચ લાખથી વધુ મતોથી જીતી છે.
ભાજપે આ વખતે સુરત બેઠક બિનહરીફ જીતી છે. જ્યારે બાકીના ગુજરાત 7મી મેના રોજ મતદાનમાં ભાગ લેશે, ત્યારે સુરતના મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. કારણ કે, તેઓને પહેલાથી જ મતદાન વિના ભાજપના લોકસભા સાંસદ મળી ચૂક્યા છે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
