For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાકરાપારના 700 મેગાવૉટ રિએક્ટર માટે પીએમે વૈજ્ઞાનિકોને પાઠવી શુભકામના

પીએમ મોદીએ કાકરાપાર પરમાણુ સંયંત્ર 3ના રેએક્ટરને તૈયાર કરવા માટે પરમાણુ વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ કાકરાપાર પરમાણુ સંયંત્ર 3ના રેએક્ટરને તૈયાર કરવા માટે પરમાણુ વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે આપણા પરમાણુ વૈજ્ઞાનિકોને કાકરાપાર પરમાણુ સંયંત્ર-3ના રિએક્ટરને તૈયાર કરવા માટે શુભકામના. આ સ્વદેશી રીતે ડિઝાઈન કરવામાં આવેલ 700 મેગાવૉટ કેએપીપી-3 રિએક્ટર મેક ઈન ઈન્ડિયાનુ એક ચમકદાર ઉદાહરણ છે. આ ભવિષ્યમાં એવી ઘણી ઉપલબ્ધિઓ માટે રસ્તો બતાવવાનુ કામ કરશે.

pm modi

તમને જણાવી દઈએ કે કાકરાપાર પરમાણુ સંયંત્ર ગુજરાતના સુરત જિલ્લામાં સ્થિત છે અને તે ભારતના મહત્વપૂર્ણ સંયંત્રોમાંનુ એક છે.700 મેગાવૉટના KAPP-3 રિએક્ટરનુ કામ 2010માં શરૂ થયુ હતુ જે હવે પૂર્ણ થયુ છે અને તેનુ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સુરતમાં આવેલુ કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની શરૂઆત 1992 આસપાસ થઈ હતી ત્યારથી અલગ અલગ ફેઝને પૂરા કરવામાં આવી રહ્યા છે.

1991માં ફેઝ-1, 1995માં ફેઝ-2નુ કામ પૂરુ કરી લેવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી તે આ ન્યૂક્લિયર પાવર સ્ટેશનનો ત્રીજો ફેઝ છે. આ એક હેવી વૉટર રિએક્ટર પ્લાન્ટ છે જેને ભારતના સર્વશ્રેષ્ઠ પાવર સ્ટેશનોનો દરજ્જો મળેલો છે.

કેવી રીતે જાણશો ઈશ્વર છે કે નહિ, વાંચો આ પ્રેરણાદાયી કહાનીકેવી રીતે જાણશો ઈશ્વર છે કે નહિ, વાંચો આ પ્રેરણાદાયી કહાની

English summary
PM Modi congratulates scientists, KAPP-3 reactor shining example of Make in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X