For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકસ્માતમાં મદદ કરનારને મળશે 1 લાખનું ઈનામ, ટ્રોફી, સર્ટિફિકેટ, સુરત ટ્રાફિક પોલીસની અનોખી પહેલ

સુરત ટ્રાફિક પોલીસે એક શરુ કરેલી એક અનોખી પહેલ હેઠળ અકસ્માતના કિસ્સામાં મદદ કરનારે એક લાખ સુધીનુ ઈનામ આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

દેશમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાના કારણે રોજે-રોજ ક્યાંકને ક્યાંક અકસ્માતો થયા જ કરે છે. જેમાં ઘણા લોકોના મોત થાય છે. જો કે, અમુક અકસ્માત એવા હોય છે જેમાં વ્યક્તિને જો તાત્કાલિક સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે. જ્યારે પણ કોઈ વાહનચાલક અથવા રાહદારીનો અકસ્માત થાય ત્યારે તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે અથવા તેને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તો ઘણા કિસ્સામાં આવા વ્યક્તિઓના જીવ બચી જાય છે. જે ખરા અર્થમાં એક ઉમદા કાર્ય છે.

accident

આવી ઉમદા અને સારી કામગીરીને બિરદાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ તરફથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસના નાયબ પોલીસ કમિશ્નર તરફથી જણાવવામાં આવ્યુ છે કે સુરત શહેર વિસ્તારમાં કોઈ અકસ્માતનો બનાવ બન્યો હયો અને અકસ્માતમાં ભોગ બનેલ વ્યક્તિને અકસ્માત બન્યાના પ્રથમ બે કલાકમાં જો કોઈ વ્યક્તિએ ભોગ બનેલ માણસને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખાતે પહોંચાડી ભોગ બનેલ વ્યક્તિની મદદ કરી ઉમદા કાર્ય કર્યુ હોયતો તેમણે સુરત ટ્રાફિક પોલીસ તરફથી ઈનામ આપવામાં આવશે.

સુરત ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બચાવની આ ઉમદા કામગીરી કરનાર વ્યક્તિને GOOD SAMARITAN AWORD અંતર્ગત રુ. એક લાખ સુધીનુ રોકડ ઈનામ આપવામાં આવશે તેમજ એક ટ્રોફી અને સર્ટિફીકેટ એનાયત કરી સમ્માનિત કરવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસના વૉટ્સએપ હેલ્પલાઈન નંબર 74340-95555 પર સંપર્ક કરવાનો રહેશે. માનવતાના ધોરણે અકસ્માતનો ભોગ બનનારનો જીવ બચાવવો એ આપણી નૈતિક ફરજ છે પરંતુ પોલીસની ઝંઝટથી બચવા માટે લોકો ઘાયલોની મદદ કરતા ખચકાતા હોય છે. આ માટે 12 ઓક્ટોબરે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકોમાં આ બાબતો રજૂ કરવામાં આવી. જેમાં ઠરાવ કરીને તમામ જિલ્લામાં સ્કીમ ઑફ ગ્રાંટ અવૉર્ડ ટુ ધ ગુડ સમરિટન હાલમાં અમલા કરાઈ છે.

આ રીતે કરાશે પસંદગી પ્રક્રિયા

  • ડૉકટર પાસેની વિગતોની ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનુ નામ, તેનો મોબાઇલ નંબર અને સરનામુ, સ્થળ, તારીખ, અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આ સાથે નિયત કરેલા નમૂનામાં મોકલી આપશે.
  • પોલીસ સ્ટેશન તરફથી મેસેજ મળવા પર, જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ માસિક ઘોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મંજૂર કરશે.
  • રાજ્યની રોડ સેફટી ઑથોરિટીને આ યાદી જરૂરી ચૂકવણી માટે મોકલવાની રહેશે.
  • પસંદ કરેલા ગુડ સમરિટન માટે રોડ સેફટી કમિશનરની કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઑનલાઇન ચૂકવણી કરવામાં આવશે.
English summary
Rs. 1 lakh reward will be given to those who help in accident, A unique initiative from Surat Traffic Police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X