For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 વર્ષના યુવકને ઘેરીને 6 લોકોએ કરી હત્યા, સુરતમાં ફેલાઈ સનસની

ગુજરાતમાં સુરતના ડિંડોલી વિસ્તારની શ્રીનાથ નગર સોસાયટીમાં એક 20 વર્ષીય યુવકની નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતઃ ગુજરાતમાં સુરતના ડિંડોલી વિસ્તારની શ્રીનાથ નગર સોસાયટીમાં એક 20 વર્ષીય યુવકની નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી. જૂના વિવાદની અદાવતમાં અડધો ડઝન લોકોએ એ યુવકને ઘેરી લીધો અને પછી લાઠી, પત્થર-દંડાથી માર્યો. હુમલાખોરોએ તેને ત્યાં સુધી ન છોડ્યો ત્યાં સુધી તે બેભાન થઈને પડી ન ગયો. આ ઘટના બાદ બધા હુમલાખોર ફરાર થઈ ગયા. સૂચના મળતા પોલિસ ઘટના સ્થળે પહોંચી. ત્યાં ડિંડોલી પોલિસે મૃતક યુવકની માની ફરિયાદ નોંધીને હત્યાના આરોપીઓની તપાસ શરૂ કરી દીધી.

gujarat police

માહિતી મુજબ જે યુવકની હત્યા થઈ તેનુ નામ આકાશ હતુ. તેના પિતા નથી. વિધવા મા યશોદા જ તેની દેખરેખ કરતી હતી. જણાવવામાં આવે છે કે આકાશનો થોડા સમય પહેલા જ પોતાની સોસાયટીના અમુક લોકો સાથે વિવાદ થઈ ગયો હતો. જેના કારણે તે તેનાથી અદાવત રાખી રહ્યા હતા. સોમવારે સાંજે આકાશ સોસાયટીમાં હતો ત્યારે બધાએ એક થઈને તેની પાસે પહોંચી ગયા. પોલિસ પાસે નોંધાયેલી ફરિયાદ અનુસાર આકાશને નવાગામ ડિંડોલી શ્રીનાથ નગર નિવાસી રાજન ચૌધરી, બબલુ ચૌધરી, રામ બબ્બન, લકુઆ બબ્બન, મુન્ના તેમજ રામ બબ્બનના સંબંધીએ મળીને માર્યો.

આકાશના પિતાનુ નામ હરિરામ સહાની હતુ. તેમનુ પહેલા જ મોત થઈ ગયુ હતુ. પોલિસનુ કહેવુ છે કે આકાશના હત્યા આરોપીઓને શોધ્યા છે. જાણવા મળ્યુ છે કે આકાશને પત્થર-લાકડી વગેરેથી બેરહેમીથી મારવામાં આવ્યો હતો. હજુ તે માત્ર 20 વર્ષનો હતો. આ સોસાયટીમાં રહેતા લોકોએ તેને લાઠી, દંડા, પત્થરો તેમજ લાતો, ઘૂસાથી માર્યો હતો. હત્યા બાદ બધા આરોપીઓ ફરાર થઈ ગયા. આ ઘટનાથી આખા વિસ્તારાં સનસની ફેલાઈ ગઈ. ડિંડોલી પોલિસે જણાવ્યુ કે આકાશની વિધવા માતા યશોદાની એફઆઈઆરના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો, CBI તપાસ માટે રાજ્યની મંજૂરી જરૂરીસુપ્રીમ કોર્ટનો ચુકાદો, CBI તપાસ માટે રાજ્યની મંજૂરી જરૂરી

English summary
Six men Killed a 20-year-old boy with sticks and stones
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X