For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની લપેટમાં આવતુ સુરત, 1452 નવા કેસ નોંધાયા, 98 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ!

સુરતના આંકડાની વાત કરીએ તો આજે સુરત શહેરમાં 1350 અને જિલ્લામાં 102 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયુ છે. હાલ સુરત શહેર અને જિલ્લા બન્ને મળીને કુલ 5041 એક્ટિવ કેસ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : ગુજરાતમાં હવે કોરોના વાયરસ કાબૂમાં નથી. હવે દિવસે દિવસે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આજે અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોધાયા છે તો બીજી તરફ 15 દિવસ બાદ કોરોનાને કારણે આજે એક વ્યક્તિનું મોત થયુ છે.

surat

સુરતના આંકડાની વાત કરીએ તો આજે સુરત શહેરમાં 1350 અને જિલ્લામાં 102 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયુ છે. હાલ સુરત શહેર અને જિલ્લા બન્ને મળીને કુલ 5041 એક્ટિવ કેસ છે. બીજી તરફ સુરતના અઠવા ઝોનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત શહેરના રાંદેર અને વરાછા ઝોનમાં પણ કેસ સતત વધી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, આજે સુરત મહાનગરપાલિકાના નેતા વિપક્ષ ધર્મેશ ભંડેરી અને વોર્ડ નંબર 19ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમને ઘરમાં જ આઈશોલેશનમાં રાખવામાં આવ્યા છે.
સુરતમાં સૌથી મોટા સમાચાર બાળકોને લઈને છે. સુરતમાં કુલ 98 બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં એલપીડી સ્કૂલ પૂણા (15), અંકુર વિદ્યાલય (14), છત્રપતિ સ્કૂલ (9) વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત પીપી સવાણી, જીડી ગોયન્કા, ગાયત્રી સ્કૂલ, લુડ્સ કોનવેંટ, સુમન સ્કૂલ પાંડેસરા, ભગવાન મહાવીર, સેવન્થ ડે સ્કૂલ, એસ ડી જૈન કોલેજ, સરસ્વતી સ્કૂલ, નવયુ કોલેજ, ડીઆરબી કોલેજ, ટી એન્ડ ટીવી, ગુરુકૃપા સ્કૂલમાં પણ વર્ગો બંધ કરવામાં આવ્યા છે.

English summary
Surat, 1452 new cases registered, 98 students positive for corona!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X