For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો દેહ વ્યાપાર, પોલિસે મુક્ત કરાવી 18 યુવતીઓ, સંચાલકો સહિત 8 ઝડપાયા

ગુજરાતના સુરત જિલ્લામાં વેસુ સ્થિત મારવેલા કૉરિડોરમાં ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્પાની આડમાં ચાલી રહેલ દેહ વ્યાપારના અડ્ડા પર રેડ પાડી.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતના સુરત જિલ્લામાં વેસુ સ્થિત મારવેલા કૉરિડોરમાં ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્પાની આડમાં ચાલી રહેલ દેહ વ્યાપારના અડ્ડા પર રેડ પાડી. આ કાર્યવાહીમાં સંચાલકો સહિત 8 જણાને પકડવામાં આવ્યા. ઘટના સ્થળે પોલિસને મોબાઈલ અને વાંધજનક વસ્તુઓ રહિત 52 હજાર 730 રૂપિયાનો સામાન મળ્યો. વળી, 18 યુવતીઓને મુક્ત કરવામાં આવી. પોલિસ અધિકારીઓ જણાવ્યુ કે વેસૂ સ્થિત મારવેલા કૉરિડોરના અંબેજ સ્પામાં બહારથી યુવતીઓને લાવવામાં આવી હતી. જ્યાં સ્પાની આડમાં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

surat

શનિવારે સૂચના મળ્યા બાદ પોલિસ ટીમે સ્પા પર રેડ પાડી હતી. પોલિસ ટીમે જોયુ કે ત્યાં યુવતીઓ સાથે દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. પોલિસ ટીમે ઘટના સ્થળેથી સ્પાના સંચાલક સહિત ઘણા લોકોને પકડ્યા. જેમાં બમરોલી કૈલાશ નગરના નિવાસી કુલદીપસિંહ ઉર્ફે પંકજ સિંહ, વડોદરા ગણેશ નગર આવાસ નિવાસી નિલેશ સિંહ, ગ્રાહક નવસારી નિવાસી રાહુલ ભટ્ટ, ભાવેશ પ્રજાપતિ, અમરેલી નિવાસી પ્રશાંત ઠક્કર, લિંબાયત નિવાસી વિપુલ નિકમ, કરણ કુંવર તેમજ દુમક ગામ નિવાસી વિજય શામેલ છે. આ લોકોની પોલિસે ધરપકડ કરી લીધી છે.

મારવેલા કૉરિડોર સ્થિત આ જગ્યાએ 18 યુવતીઓેને મુક્ત કરાવવામાં આવી. જો કે આ એ જ વિસ્તાર છે જ્યાં પહેલા પણ સ્પાની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલતો રહ્યો છે. પહેલા પણ ઘણીવાર અહીં રેડ પડી ચૂકી છે. આ વર્ષે જૂન મહિનામાં પોલિસે સુરત જિલ્લાના વીઆઈપી રોડ પર સ્થિત એટલાન્ટા બિઝનેસ હબના લક્ઝરીયા સલૂન એન્ડ વેલનેસ સ્પામાં છાપો માર્યો હતો.

ખટોદરા પોલિસને એ રેડમાં બિલ્ડિંગની અંદર બનેલ કેબિનમાંથી થાઈલેન્ડની યુવતીઓ મળી હતી. પીએસઆઈ અશ્વિન કુવાડિયાએ જણાવ્યુ હતુ કે ત્યાં પણ સ્પાની આડમાં દેહવ્યાપાર કરવામાં આવતો હતો. એટલાંટા મૉલમાં તે સ્પા થોડા મહિના પહેલા જ શરૂ કરવામાં આવ્યો હતો. સંચાલકોએ દેહ વ્યાપારનો ગોરખધંધો કરવા માટે થાઈલેન્ડની યુવતીઓને ટુરિસ્ટ વિઝા પર બોલાવી હતી.

English summary
Surat: 18 girls caught from Spa center in Vesu, 8 arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X