For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: પાંડેસરાની GIDCમાં આવેલી રાણીસતી મિલમાં લાગી ભિષણ આગ, બે કીમી દુરથી દેખાઇ આગ

સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આગ લાગી હતી. એની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગને કારણે બે કિલોમીટર સુધી ધુમાડો દેખાઈ રહ્યો છે. હાલ

|
Google Oneindia Gujarati News

સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગને કારણે બે કિલોમીટર સુધી ધુમાડો દેખાઈ રહ્યો છે. હાલ ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Surat

ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. સવારે બોઇલર પાસે કામ ચાલતું હતું. દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઉડતા જોતજોતામાં ભીષણ આગ લાગી હતી. મિલ અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી સ્ટ્રક્ચર પણ ખૂબ નબળું થઇ ગયું છે. આ મિલમાં ફાયરના સાધનો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગ લગભગ કાબૂમાં આવી ગઈ છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે તે પહેલા મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. શહેરની મોટાભાગની ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગતાં ફાયર વિભાગ દોડતો થયો છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઊઠતા જોતજોતાંમાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એકાએક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારની દોડધામ મચી જવા પામી છે.

પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે.

શહેરની વિવિધ ફાયર સ્ટેશોનોની ગાડીઓ પણ હાલ રવાના થઈ ગઈ છે. કંપનીમાં યાર્ન અને અન્ય વસ્તુને ધીરે ધીરે બહાર કાઢવાનું પણ શરૂ કરી દેવાયું હતું. પાંડેસરા જીઆઇડીસીની અંદર ભીષણ આગ લાગતાંની સાથે આસપાસનાં કારખાનાંમાં કામ કરતા કામદારોનાં ટોળાં પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં. અત્યારસુધી કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આગ લાગવાનું કારણ પણ હજુ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મવાળી ગાડીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

English summary
Surat: A huge fire broke out at Ranisati Mill in GIDC of Pandesara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X