For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત અકસ્માતમાં 15 મજૂરોના મોત પર PM અને CMએ વ્યક્ત કર્યુ દુઃખ, 2-2 લાખ વળતરની ઘોષણા

સુરત અકસ્માતની ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરતના કોસંબામાં કિમ-માંડવી રોડ પર પાલોદ ગામ પાસે થયેલ ભીષણ અકસ્માતમાં 15 મજૂરોના જીવ જતા રહ્યા. અહીં એક ટ્રક ફૂટપાથ પર સૂતેલા 20 લોકોને કચડીને પસાર થઈ ગયુ. આ દૂર્ઘટના બાદ રાજ્યમાં સનસની ફેલાઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યુ. તેમણે લખ્યુ કે, 'ઘાયલોને વહેલી તકે ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યો છુ. મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે.'

મૃતકોની સંખ્યા વધીને 15 થઈ

મૃતકોની સંખ્યા વધીને 15 થઈ

પોલિસના જણાવ્યા મુજબ આ દૂર્ઘટના ગઈ રાતે કિમ-માંડવી રોડ પર પાલોદ ગામ પાસે ત્યારે બની જ્યારે એક ટ્રક શેરડી લઈને ટ્રેક્ટર સાથે ટકરાઈ ગયુ. ત્યારબાદ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કંટ્રોલ ગુમાવી દીધો અને ટ્રક ફૂટપાથ પર ચડી ગયુ. ત્યાં ફૂટપાથ પર ઘણા લોકો સૂઈ રહ્યા હતી. આ ટ્રક એ સૂતેલા લોકો પર જ ચડી ગયુ. ટ્રકે લગભગ 20 લોકોને કચડી દીધા. જેમાંથી 12 લોકોના મોત તો ઘટના પર જ થઈ ગયા જ્યારે 8ને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સુરતની સરકારી હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન વધુ 3 ઘાયલોએ દમ તોડી દીધો. આ રીતે મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ.

ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ

ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ

દૂર્ઘટના બાદ પોલિસે કાર્યવાહી કરીને આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી લીધી છે. પોલિસનુ કહેવુ છે કે દૂર્ઘટનાના પીડિતોને અમે રેસ્ક્યુ કર્યા અને તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા. જાણવા મળ્યુ છે કે મરનાર બધા મજૂરો છે અન તે રાજસ્થાનના રહેવાસી છે. જે 9 મૃતકોની ઓળખ થઈ તેમાં સફશા, શોભના, રાકેશ, દિલીપ ઠાકરા, નરેશ બાલુ, વિકેશ મહિદા, મુકેશ મહિદા, લીલા મુકેશ, મનીષા છે.

ગુજરાત સરકાર પણ આપશે 2-2 લાખ

ગુજરાત સરકાર પણ આપશે 2-2 લાખ

પ્રધાનમંત્રી મોદીના રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આર્થિક મદદ આપવાની ઘોષણા ઉપરાંત ગુજરાત સરકારે પણ આવી ઘોષણા કરી છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ. ત્યારબાદ તેમણે દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની અનુગ્રહ રકમ આપવાની ઘોષણા કરી છે.

Fact Check: ફરીથી બંધ કરવામાં આવી રહી છે બધી સ્કૂલો-કૉલેજો?Fact Check: ફરીથી બંધ કરવામાં આવી રહી છે બધી સ્કૂલો-કૉલેજો?

English summary
Surat Accident: PM Modi and CM Rupani expressed condolences, announced help of 2-2 lakhs rupees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X