For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં 22 હજાર કોરોના દર્દી, કલેક્ટરે કહ્યુ - જ્યાંથી ઑક્સિજન મળતો હોય ત્યાંથી લઈ લો, અમે કંઈ નહિ કરી શકીએ

ક્યાંયથી પણ ઑક્સિજન મળવાની સંભાવના નથી એવા સંકટના સમયમાં સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે શું કહ્યુ, જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

સુરતઃ કોરોના મહામારીથી ગુજરાતની સુરત જિલ્લામાં કોહરામ મચેલો છે. બધી કોવિડ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફૂલ છે. ગયા રવિવારની રાતે અહીં આયુષ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 45 કોરોના દર્દીઓના જીવ જતા રહ્યા છે. આ ઉપરાંત કોરોનાથી લગભગ બે ડઝન મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં ઑક્સિજનની મુશ્કેલી થઈ રહી છે. સપ્લાયમાં અડચણો આવી રહી છે. વળી, ક્યાંયથી પણ ઑક્સિજન મળવાની સંભાવના નથી. સંકટના આવા સમયમાં સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે કહ્યુ કે તમે જ્યાંથી ઑક્સિજન લઈ રહ્યા હોય ત્યાંથી લઈ લો, અમે કંઈ નહી કરી શકીએ. તેમણે કહ્યુ કે આ સિવાય કોઈ રસ્તો નથી.

surat

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યુ કે સુરતમાં ઑક્સિજનની કમીથી બનેલી સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ છે. રવિએ કહ્યુ કે અમે ઑક્સિજનની કમીને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. વળી, મંગળવારે કલેક્ટર ધવલ પટેલે કહ્યુ કે પ્રાઈવેટ હોસ્પિટલો હવે ઑક્સિજન સપ્લાય કરતી કંપનીઓ પર જ નિર્ભર રહેવુ પડશે કારણકે બીજો કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. ગઈ કાલની જ વાત છે - એક પ્રાઈવેટ હોસ્પિટલે કહ્યુ કે જો ઑક્સિજન ખતમ થઈ ગયો તો તે દર્દીને સિવિલ કે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી દેશે. વળી, એક હોસ્પિટલે આશુતોષ હોસ્પિટલને ઑક્સિજન પહોંચાડ્યો.

અમે ભારતને મદદની આખી સીરિઝ મોકલી રહ્યા છેઃ જો બાઈડેનઅમે ભારતને મદદની આખી સીરિઝ મોકલી રહ્યા છેઃ જો બાઈડેન

સુરતની મોટાભાગની પ્રાઈવેટ હોસ્પિટલોના માલિકોનુ કહેવુ છે કે તેમની પાસે 8થી 12 કલાકનો ઑક્સિજન જ બચ્યો છે. એવામાં હોસ્પિટલ દરેક સમયે ઑક્સિજન કંપનીઓના સંપર્કમાં છે. જો સમયે ઑક્સિજન સપ્લાય નહિ થઈ શકે તો મુશ્કેલી ખૂબ વધી જશે. બીજી તરફ સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે ઑક્સિજનની સમસ્યાને જોતા ગાંધીનગરમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

English summary
Surat collector Dhaval Patel statement on oxygen amid covid outbreak in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X