For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતને ગુજરાતનુ પ્રથમ 'વૉટર પ્લસ' સિટી કરાયુ જાહેર, ભારતના કુલ 4 શહેરોને વોટર પ્લસ જાહેર કરાયાં

સુરત શહેરને 'સ્વચ્છ ભારત મિશન વૉટર પ્લસ સિટી' પ્રમાણપત્ર મેળવનાર રાજ્યનુ પ્રથમ શહેર જાહેર કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શહેરી આવાસ અને વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 હેઠળ સુરત શહેર 'સ્વચ્છ ભારત મિશન વૉટર પ્લસ સિટી' પ્રમાણપત્ર મેળવનાર રાજ્યનુ પ્રથમ શહેર જાહેર કરવામાં આવ્યુ છે. સ્વચ્છ સર્વેક્ષણ 2021માં વૉટર પ્લસ પ્રમાણપત્રની નવી કેટેગરી ઉમેરવામાં આવી હતી અને આ અંગેની માર્ગદર્શિકા મે, 2020માં જાહેર કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપાલ કૉર્પોરેશનના અધિકારીએ જણાવ્યુ હતુ કે વૉટર પ્લસ પ્રોટોકૉલ ગાઈડલાઈન્સ પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે વેસ્ટ વૉટરને પર્યાવરણમાં છોડવામાં ન આવે અને આવુ પાણી છોડતા પહેલા તેની વૈજ્ઞાનિક રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે.

water

માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ગંદા પાણીને છોડતા પહેલા વૈજ્ઞાનિક ઢબે તેની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. આવા પાણીમાંથી ઓછામાં ઓછા 25 ટકા ગંદા પાણીનો બાગબગીચા, ફૂવારા, ઔદ્યોગિક એકમો વગેરેમાં પુનઃ ઉપયોગ કરવો જોઈએ. શહેરના રહેણાંક અને કૉમર્શિયલ વિસ્તારોમાં ઉત્તમ કક્ષાની ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ. ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટૉર્મ ડ્રેનેજ સિસ્ટમને નિયમિત રીતે સાફ કરવી જોઈએ અને સેપ્ટિક ટેંકની સફાઈ, મેન્યુઅલ સ્કેવેજિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ગંદા પાણીને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સંશાધિત કરવુ જોઈએ.

સુરત મ્યુનિસિપલ કમિશ્નર બીએન પાણીએ જણાવ્યુ કે આ વૉટર પ્લસ પ્રમાણપત્ર ઉપરોક્ત ધોરણો અને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનના આધારે આપવામાં આવે છે. થર્ડ પાર્ટી એજન્સીએ સોંપેલા રિપોર્ટ મુજબ 92 સ્થળો - 12 ઓપન એરિયા, 40 સાર્વજનિક ટોઈલેટ, 12 ઓપન રોડ, 12 મૂત્રાશયો અને 16 વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ. કોરોના મહામારી દરમિયાન પાણી સાથે-સાથે પ્રોટોકૉલના બધા માપદંડોનુ પણ પાલન કરવામાં આવ્યુ હતુ અને બધા દસ્તાવેજો પણ જમા કરવામાં આવ્યા હતુ. આજે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનને દેશભરના અન્ય ચાર શહેરો સાથે વૉટર પ્લસ પ્રમાણપત્ર સિટી જાહેર કરવામાં આવ્યુ છે.

English summary
Surat declared Gujarat's first 'Water Plus city', 4 cities in India declared Water Plus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X