નશામાં રેપની કોશિશ કરનાર યુવકનુ માથુ મહિલાએ દિવાલ સાથે પછાડતા થયુ મોત

ગુજરાતમાં સુરતમાં એક એવી ઘટના બની છે જેના કારણે લોકો ચોંકી ગયા છે.

સુરતઃ ગુજરાતમાં સુરતમાં એક એવી ઘટના બની છે જેના કારણે લોકો ચોંકી ગયા છે. અહીં એક વ્યક્તિ દારૂના નશામાં ધૂત થઈને મહિલા પર રેપ કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તેેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. મહિલાએ તેનુ માથુ પુલની દિવાલમાં પછાડ્યુ જેના કારણે દારૂડિયો યુવક ત્યાં જ મરી ગયો. બાદમાં શહેરના પરવત પાટિયા વિસ્તારમાં તેની લાશ મળી આવી.

rape

માહિતી મુજબ મૃતકનુ માથુ ફૂટી ગયુ હતુ અને દીવાલ પર લોહીના ધાબા હતા. આનાથી પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થઈ ગયુ હતુ કે તેની હત્યા દિવાલ સાથે ટકરાવાથી થઈ છે. કેસમાં પોલિસે એક શ્રમિક મહિલાની ધરપકડ કરી છે. તે મહિલાનુ કહેવુ છે કે તે યુવક દારૂના નશામાં દુષ્કર્મની કોશિશ કરી રહ્યો હતો. પોતાના આબરુ બચાવવા માટે તેણે ધક્કો માર્યો અને તેનુ માથુ દિવાલ સાથે જોરથી ભટકાયુ અને ફાટી ગયુ. મહિલા એ યુવકને જાણતી હતી. તેનુ નામ રૂપેશ હતુ. બંને સાથે મજૂરી કરતી હતા.

રૂપેશે શનિવારે રાતે ગીતાને પુલ પર બોલાવી હતી. ત્યાં રૂપેશ દારૂના નશામાં હતો અને જોર જબરદસ્તી શરૂ કરી દીધી. તેનાથી બચવા માટે ગીતાએ તેનુ માથુ દિવાલ સાથે પછાડ્યુ અને લોહી વહી જવાના કારણે તે ઘટના સ્થળ પર જ મરી ગયો. ત્યારબાદ ગીતાએ પોલિસથી બચવા માટે લોહી સાફ કરવાની કોશિશ કરી. તેણે પોતાના પેટીકોટથી દીવાલ પરના લોહીના ધબ્બા પણ સાફ કરવાનો પ્રયત્ન કર્યો. હવે પોલિસને ગીતાના ઘરેથી લોહીવાળુ પેટીકોટ જપ્ત કર્યુ છે. પોલિસે જણાવ્યુ કે યુવક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને સુરતમાં મજૂરી કરતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X