For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીવાદી શિક્ષકઃ બાળકોની ભૂલ માટે જાતે 24 કલાક ચલાવ્યો ચરખો, સજામાં પીવડાવે છે લીમડાનો રસ

ગાંધીજીના જીવનના સમયની રીતભાત અને શિક્ષાઓ અમુક શિક્ષકો દ્વારા આજે પણ એ જ રીતે બાળકોને વિદ્યા તરીકે મળી રહી છે. જાણો ગાંધીવાદી શિક્ષક મહેશ પટેલ વિશે..

|
Google Oneindia Gujarati News

સુરતઃ મહાત્મા ગાંધી રાષ્ટ્રપતિ તરીકે ભારતીયો વચ્ચે હંમેશા પ્રાસંગિક રહેશે. તેમના જીવનના સમયની રીતભાત અને શિક્ષાઓ અમુક શિક્ષકો દ્વારા આજે પણ એ જ રીતે બાળકોને વિદ્યા તરીકે મળી રહી છે. ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હતા માટે અહીં ગાંધીજીના કિસ્સા વધુ સાંભળવા મળે છે. સુરતના મહેશ પટેલ ગાંધીજીના પગલે જ ચાલી રહ્યા છે. તેઓ ત્રણ ભાષાઓમાં 5 સ્કૂલ ચલાવે છે જેમાં હિંદી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.

ગાંધીવાદી શિક્ષકની કહાની

ગાંધીવાદી શિક્ષકની કહાની

મહેશ પટેલની સ્લૂલમાં બાળકોને ગાંધીવાદી રીતે શિક્ષા આપવામાં આવે છે. આ સ્કૂલોમાં શિક્ષક વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીની સીખોમાંથી કરુણા, દયા અને દેશપ્રેમનુ મહત્વ સમજાવે છે. મહેશ પટેલ કહે છે - બાળકોને મારવાથી તે દ્વેષ કરનારા બની શકે છે, તે એ શિક્ષકનુ સમ્માન નહિ કરે. અમે એમ માનીએ છીએ કે જ્યાં સુધી બાળકોના હ્રદયમાં શિક્ષકો પ્રત્યે આદર નહિ હોય ત્યાં સુધી તેમના ચરિત્ર અને વ્યવહારમાં ફેરફાર નહિ આવે. મારથી તે તમારી સાથે શત્રુ જેવો વ્યવહાર કરશે અને ડરથી તેમનો વિકાસ પણ રુંધાશે. જ્યારે તે જાતે વસ્તુઓને સમજવા લાગશે ત્યારે તે ઝડપથી 'ગ્રો' કરશે.

બાળકોને પ્રતાડિત ન કરો, તેમને અન્ય રીતે સુધારો

બાળકોને પ્રતાડિત ન કરો, તેમને અન્ય રીતે સુધારો

મહેશ પટેલ કહે છે, 'અમે ગાંધીજીના રસ્તે ચાલવાની વાતો સાંભળીને મોટા થયા. તેઓ પોતાના બધા કામ જાતે કરતા. અમે પણ એમ કર્યુ અને પોતાના વિદ્યાર્થીઓને પણ આ જ શિક્ષણ આપીએ છીએ.' તમને જણાવી દઈએ કે મહેશ પટેલ છેલ્લા 18 વર્ષોથી બાળકોને ભણાવી રહ્યા છે. અત્યાર સુધી તેમણે લગભગ 7000 બાળકોને ગાંધીવાદી રીતે કરુણાના પાઠ ભણાવ્યા છે. તેઓ સુરતમાં 1992થી સ્કૂલ ચલાવે છે. વર્ષ 2016માં તેમણે સતત 51 કલાક ચરખો ચલાવ્યો હતો. એનુ કારણ હતુ કે તેમની સ્કૂલમાં બાળકો સાફ-સફાઈ રાખવાની વાત માનતા નહોતા. ત્યારે તેમણે ચરખો ચલાવીને વાત મનાવી.

51 કલાક ચલાવ્યો ચરખો, બાળકોએ આગલા દિવસે માંગી માફી

51 કલાક ચલાવ્યો ચરખો, બાળકોએ આગલા દિવસે માંગી માફી

તેમણે કહ્યુ હતુ, 'હું સજા તરીકે 51 કલાક સુધી ચરખો ચલાવીશ.' તેમણે ચરખો ચલાવ્યો. પછી બાળકોએ આગલા દિવસે માફી માંગી લીધી. લોકો કહે છે કે તેમના ત્યાં આવુ પહેલા ક્યારેય નથી થયુ. સ્કૂલમાં આવતા બાળકો સુધરી ગયા. તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલે છે.

English summary
Surat Teacher Mahesh Patel: Meet Gandhiji's true follower, he teached lessons In Gandhian way to 7000 children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X