For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં ફૂડ સેફ્ટી ટીમના દરોડાથી ભેળસેળીયાઓમાં ફફડાટ!

વલસાડ જિલ્લામાં ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા વિવિધ હોટેલ અને ખાદ્ય દુકાનો પર દરોડા પાડવામાં આવતાં ભેળસેળ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડ જિલ્લામાં ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા વિવિધ હોટેલ અને ખાદ્ય દુકાનો પર દરોડા પાડવામાં આવતાં ભેળસેળ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ભેળસેળ કે અખાદ્ય પદાર્થ મળી આવે તેવા સ્થળોના સેમ્પલ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

food safety team

વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે ઓગસ્ટ માસ દરમિયાન વાપીમાંથી 3 અને વલસાડમાંથી 2 મળી કુલ 5 નમુના લેવામાં આવ્યા હતાં. ગત જુલાઈ માસમાં 34 નમૂના લેવામાં આવ્યા હતા. જુલાઈ અને ઓગસ્ટ માસ મળીને કુલ 39 નમૂનાની ચકાસણી કરતા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના નિયમો અને રેગ્યુલેશન અનુસાર કુલ 7 નમુના સામાન્ય જણાઈ આવ્યા હતાં. જ્યારે કેટલાક નમુના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ધરાવતા ન હોવાથી અયોગ્ય થયા હતા. જેથી સાપુતારાની એક હોટલના મેનેજરને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી ઓફિસર સી.એન.પરમારે સાપુતારા ખાતે રોઝ ગાર્ડનની સામે આવેલી હોટલ કંસાર પેલેસમાં તપાસ કરી લુઝ હળદર પાઉડરના નમૂના લીધા હતા. જેનો રિપોર્ટ આવતા હળદરમાં કોપરની માત્રા વધુ જણાય હતી. જેથી હોટલના મેનેજર હિમાંશુ સુરેશભાઈ મોદીને નોટિસ ફટકારતાં ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

English summary
The food safety team's raid in Valsad caused confusion in the adulterers!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X