સુરતના આ બોલરને IPLમાં તક મળી, દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ!

IPLની નવી સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં સુરત માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. સુરતમાં રહેતા એક ફાસ્ટ બોલરને આ વખતે આઈપીએલમાં રમવાની તક મળવા જઈ રહી છે.

સુરત : IPLની નવી સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં સુરત માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. સુરતમાં રહેતા એક ફાસ્ટ બોલરને આ વખતે આઈપીએલમાં રમવાની તક મળવા જઈ રહી છે. ડાબા હાથના ફાસ્ટ બોલરને દિલ્હીની ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

Parth Waghani

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી મળેલી માહિતી મુજબ સુરતના ડાબા હાથના ફાસ્ટ બોલર પાર્થ વાઘાણીનો દિલ્હીની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્થે પણ આ સિઝનથી તેની રણજી સિઝનની શરૂઆત કરી હતી. જેમાં તે રાજકોટ તરફથી મેઘાલય સામેની મેચમાં રમ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ બીજી ગત સિઝનની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સુરતના મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી છે. અંબાતી રાયડુ અને ટીમના કેપ્ટન ધોની સહિત અન્ય ઘણા ખેલાડીઓ સુરતના મેદાન પર પરસેવો પાડી રહ્યા છે. બીજી તરફ સુરતના ફાસ્ટ બોલરને આઈપીએલમાં ઈન્ટરનેશનલ ક્લાસના ખેલાડીઓ સાથે રમવાની તક મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X