For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીર નર્મદ યુનિવર્સિટીનો ગોટાળો, ઓનલાઈન પરીક્ષામાં અન્ય વિષયનું પેપર આપ્યુ!

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેના કૌભાંડો માટે પ્રખ્યાત છે. યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેના કૌભાંડો માટે પ્રખ્યાત છે. યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4ની ઓનલાઈન પરીક્ષામાં બિઝનેસ સિસ્ટમના પેપરને બદલે સેમેસ્ટર-3ના IDCનું પ્રશ્નપત્ર અપલોડ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના આ કૌભાંડના કારણે પરીક્ષા દોઢ કલાક મોડી પડી હતી.

Veer Narmad University

નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. તેમ છતાં પરીક્ષા બાબતે યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદારીપૂર્વક કોઈ કામ કરતા નથી. પરીક્ષામાં કોઈને કોઈ ભૂલને કારણે રોજેરોજ કૌભાંડો થતા રહે છે, પરંતુ આ પછી પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ક્યારેક પેપર સેટર ખોટા પેપર સેટ કરે છે તો ક્યારેક સોફ્ટવેરના કારણે આખું પેપર બદલાઈ જાય છે. આવું જ કંઈક આ વખતે પણ બન્યું, જેમાં B.Sc કોમ્પ્યુટર સાયન્સના સેમેસ્ટર-4ના બિઝનેસ સિસ્ટમના પેપરની જગ્યાએ સેમેસ્ટર-3ના IDCનું પ્રશ્નપત્ર અપલોડ કરવામાં આવ્યું હતું.

સ્ક્રીન પર ખોટા પેપર દેખાતા વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા. આ અંગે યુનિવર્સિટીને જાણ થતાં યુનિવર્સિટીએ એજન્સીનો સંપર્ક કરીને પેપર બદલાવી લીધું હતું. જેના કારણે વિદ્યાર્થીઓનું પેપર દોઢ કલાક મોડું શરૂ થયું હતું.

English summary
Veer Narmad University scam, gave papers of other subject in online exam!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X