For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ઘરની બહાર ગટર પર ફટાકડા ફોડી રહ્યા હતા બાળકો, ત્યારે અંદરથી નીકળ્યો ગેસ અને લાગી ગઈ આગ

સુરતની એક કૉલોનીમાં અમુક બાળકો ડ્રેનેજના ઢાંકણા પર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે અંદરથી નીકળેલા ગેસના કારણે આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

સુરતઃ દિવાળીના આવતા જ બાળકોમાં ફટાકડા ફોડવાનો એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. સુરતની એક કૉલોનીમાં અમુક બાળકો ડ્રેનેજ(ગંદા પાણીના નાળા)ના ઢાંકણા પર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે અંદરથી નીકળેલા ગેસના કારણે આગ લાગી ગઈ. ત્યાં આગ એટલી ઝડપથી લાગી કે બાળકો દાઝી ગયા હોત. જો કે, કોઈ દૂર્ઘટના ન થઈ. આગની જ્વાળાઓ ભડકી રહી હતી. ઘણી વાર સુધી આગ લાગી ત્યારે મકાન માલિકે આવીને આગ બુઝાવી.

surat

આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવીના વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘટના સ્થળે શું કેવી રીતે બન્યુ? ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે આ ઘટના ગુજરાતમાં સુરતના વરાછા વિસ્તારની છે. જ્યાં ઘણા બાળકો ગટરની અંદર ફટાકડા ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની પાસે જ એક મહિલા હતી. આ બાળકો ગટરની અંદર બૉમ્બ નાખે છે. પરંતુ... તેના પછી જે થયુ, તેના વિશે કોઈએ વિચાર્યુ નહોતુ.

ગટરના ગેસના કારણે ત્યાં ઝડપથી આગ લાગી ગઈ અને આગની જ્વાળાઓ ઉપર સુધી જવા લાગી. બાળકો ગભરાઈ ગયા અને જીવ બચાવીને ભાગ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે બે બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા. બાળકોની હાલત જોઈ લોકો પણ કહેવા લાગ્યા કે આ રીતે ફટાકડા ન ફોડવા દેવા જોઈએ. દિવાળીમાં નાનકડી ભૂલ બાળકોનુ ભવિષ્ય બરબાદ કરી શકે છે માટે માતાપિતાએ હંમેશા સાવચેત રહેવુ જોઈએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોટી દૂર્ઘટના થતાં-થતાં બચી.

English summary
Video: Children burst crackers inside the drainage, fire broke out in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X