For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતના આ ગામમાં સોનાનાં બિસ્કિટ વરસ્યાં, લોકો ટોર્ચ લઈ ગોતવા નીકળ્યા

સુરતના આ ગામમાં સોનાનાં બિસ્કિટ વરસ્યાં, લોકો ટોર્ચ લઈ ગોતવા નીકળ્યા

|
Google Oneindia Gujarati News

સુરતઃ તમારા ગામમાં સોનાના બિસ્કિટનો વરસાદ થાય તો? તમને તો જલસા પડી જાય ને! આવો જ એક કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરહાતમાં આવેલ ડુમ્મસ ગામમાં ગુરુવારે રાતે સોનાની ઈંટોના આકારની ચીજોનો વરસાદ થયો. લોકોને જેવી જ માહિતી મળી કે તેઓ બતિ, ફાનસ લઈને ગોતવા માટે નીકળી પડ્યા.

સુરત એરપોર્ટથી થોડે દૂર બની અનોખી ઘટના

સુરત એરપોર્ટથી થોડે દૂર બની અનોખી ઘટના

કેટલાક લોકોના હાથમાં આ ચીજ લાગી, જે સોનાનાં બિસ્કિટ હતાં, ગ્રામજનોને આ સોનાના બિસ્કિટ ડુમ્મસની આજુબાજુના ઝાડીઝાંખરમાંથી મળ્યાં. ગામવાળાઓનું કહેવું છે કે વિદેશથી કોઈ સોનું લાવ્યું હશે અને એરપોર્ટ પર પકડાઈ જવાના ડરથી રાત્રે પ્લેનથી જ નીચે ફેંકી દીધું હશે.

નાના-મોટા સાઈઝના હતાં બિસ્કિટ

નાના-મોટા સાઈઝના હતાં બિસ્કિટ

સંવાદદાતાએ જણાવ્યું કે સોનું મળ્યું હોવાની વાત બધાના કાને પહોંચતાં લોકો દૂર દૂરથી વાહનો લઈને પહોંચી ગયા. કેટલાય લોકો તો બતી પણ સાથે લઈ આવ્યા હતા, જેથી ઝાડ ઝાંખરમાં અંધારામાં બિસ્કિટ ગોતી શકે. જો કે ગ્રામજનોને જે વસ્તુ મળી તે ખરેખર સોનું જ હતું કે બીજું કંઈ હતું તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. જોવામાં તો સોનાનાં બિસ્કિટ જેવું જ લાગે છે.

આ માટે લોકોની ભીડ લાગી

આ માટે લોકોની ભીડ લાગી

આ બિસ્કિટ ટાઈપ ચી નાના-મોટા આકારની છે. કેટલાક લોકો આ ખોટું સોનું હોવાનું પણ કહી રહ્યા છે. જો કે જે લોકોને સોનાનાં બિસ્કિટ મળ્યાં તેઓ છાનામાના ઘરે પરત ચાલ્યા ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલાં ગામની બહાર રસ્તા પરથી પસાર થઈ રહેલા ગ્રામજનોને સોનાની જેમ ચમકતી આ ચીજ મળી હતી.

રાતભર બતીના પ્રકાશમાં શોધતા રહ્યા

રાતભર બતીના પ્રકાશમાં શોધતા રહ્યા

એ લોકોએ ગામવાળાઓને જણાવ્યું તો કેટલાક વડીલો કહેવા લાગ્યા કે ડુમ્મસ ગામની બહાર સોનાનો વરસાદ થયો. પછીં આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. જોતજોતામાં લોકોની ભીડ જમા થઈ ગઈ. પછીં રાતભર લોકો સોનાનાં બિસ્કિટ શોધતા રહ્યા.

સંપત્તિ કાર્ડ એટલે શું? જાણો, વડાપ્રધાન મોદી આજે લૉન્ચ કરશેસંપત્તિ કાર્ડ એટલે શું? જાણો, વડાપ્રધાન મોદી આજે લૉન્ચ કરશે

જેને મળ્યું તેઓ છાનામાના જતા રહ્યા

જેને મળ્યું તેઓ છાનામાના જતા રહ્યા

જેમને બિસ્કિટ મળ્યાં તેઓ કોઈનેપણ જણાવ્યા વિના છાનામાના ત્યાંથી નીકળી ગયા. પરંતુ જેમને નથી મળ્યું તેઓ નિરાશ થઈ પરત ફર્યા. એક યુવકે કહ્યું કે, કાલ રાતે કેટલાક લોકોને ગામથી બહાર સોનાના બિસ્કિટ મળ્યાં. જે બાદથી બધા લોકો બિસ્કિટ ગોતી રહ્યા છે, હું પણ ઘણા સમયથી ગોતી રહ્યો છું પણ મને નથી મળ્યાં.

English summary
villagers of dumas searching for golden biscuit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X